________________
૨૨૮
શ્રીવિજયપદ્રસૂરિકૃતચ્યા. તેમણે વંકચૂલને બાંધે અને સવારે રાજાની આગળ. હાજર કર્યો. તેણે વંડ્યૂલને જોઈને કાંઈક હસીને બંધ છુટા કરીને સ્ત્રીની બધી કથા પૂછી. પરંતુ નીચા મુખવાળા તેણે કાંઈ કહ્યું નહિ, ત્યારે રાજાએ કહ્યું કે હું સર્વ હકીકત જાણું છું તે છતાં પણ તું તારા મુખે કહે. ત્યારે વંકચૂલે. કહ્યું કે જો તમે રાણીને અભય આપો તે કહું. રાજાએ રાણીને અભય આપ્યું ત્યારે ચારે પિતાને સઘળો વૃત્તાંત, કહ્યો. તેથી પ્રસન્ન થએલા રાજાએ તેનું પુત્રની જેમ બહુ માન કર્યું. રાજાએ તેને પિતાનું અધ રાજ્ય આપ્યું અને પિતાની કન્યાઓ પરણવી. અને તેની મરજી નહોતી તોપણ યુવરાજ પદે સ્થાપે.
ત્યાર પછી રાજાને અત્યંત હાલે તે વિચારવા લાગ્યું કે મને મારા અભિગ્રહો મહા ફલવાળા થયા. પોલે"કમાં આને શું ફળ મળશે તે તે ગુરૂ જાણે. આ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા તેને કેટલેક કાળ ગયે. હવે વાયુ વગેરેથી તેના શરીરમાં રોગો વધવા લાગ્યા. ઘણી જાતની દવાઓ કરવા છતાં પણ જરાએ શાંત થયા નહિ. રાજાએ વૈદેને પૂછયું, ત્યારે તેઓએ કહ્યું કે જે વંકચૂલ કાગડાનું માંસ ખાય તો તેને રોગ મટશે. ત્યારે રાજાએ પોતે વંકચૂલને કહ્યું કે જે તે કાગડાનું માંસ ખાય તે રોગ મટે. વંકચૂલે કહ્યું કે મારે કાગડાનું માંસ નહિ ખાવાને નિયમ છે, તે મહાફલદાયી નિયમ હું કેવી રીતે ભાગું. ત્યારે રાજાએ કહ્યું કે હે વત્સ ! હમણાં કાગડાનું માંસ ખાઈને રેગ રહિત થઈને પછીથી તેની આલોચના લઈને મેટુ પુણ્ય કરાશે.