________________
શ્રીપૂરપરસ્પષ્ટાદિક ત્યારે તેણે કહ્યું કે આ પ્રાણે તે વહેલા કે મેડા જવાના તો છે જ તે તેવા પ્રાણને માટે કે સુજ્ઞ પુરૂષ વ્રતભંગ કરે ? માટે પારકાના પ્રાણને વિનાશ કરીને મારા પ્રાણુનું હું કેવી રીતે રક્ષણ કરૂં? પાપથી વ્યાધિ થાય છે અને તેનું ઔષધ પુણ્ય છે. તે કાગડાનું માંસ એ તેનું એસડ કેવી રીતે થાય? માટે મારી પાસે ફેગટ ગ્રત ભંગ કરાવે નહિ.
આવાં વંકચૂલના વચન સાંભળીને તેના સેવકેએ રાજાને કહ્યું કે નજીકના ગામમાં રહેતા તેના મિત્રને બોલાવો તે તેના કહેવાથી તે કાગડાનું માંસ ખાશે. ત્યારે રાજાએ તેના મિત્રને બોલાવ્યું. તે મિત્ર પિતાના ગામથી આવતું હતું ત્યારે માર્ગમાં તેને પતિ પુત્ર રહિત વિલાપ કરતી બે સ્ત્રીઓ મળી. તેમને મિત્રે દુઃખનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે અમે એવેલા પતિવાળી સૌધર્મ દેવલોકની દેવીએ છીએ. પિતાના ભાવી પતિ વંકચૂલને જેવાને અહીં આવી હતી. પરંતુ તે તમારા વચનથી વ્રતને ભંગ કરીને દુર્ગતિ પામશે તેથી અમે બે રૂદન કરીએ છીએ. ત્યારે મિત્રે કહ્યું કે તમે ખેદ કરે નહિ. કારણ કે હું તેને વ્રતભંગ કરાવીશ નહિ.
ત્યાર પછી તે મિત્ર વંકચૂલ પાસે આવ્યો અને તેને કહેવા લાગ્યું કે રાજા મારી મારફત કહેવરાવે છે કે તારે રિગના નાશ માટે કાગડાનું માંસ ખાવું. ત્યારે વંકચૂલે મિત્રને કહ્યું કે હે મિત્ર તારે મને એ પ્રમાણે આદેશ કરવા નહિ. પરંતુ રાજાને સમજાવો કે જેથી તે મને ધર્મરૂપી ઔષધ કરાવે પરંતુ વ્રતભંગ કરાવે નહિ. તેથી મિત્રે રાજાને