________________
૨૨૬ :
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતવંકચૂલે કહ્યું કે અજાણ્યા ફલ ખાવાને મારે નિયમ છે માટે તમે તે ખાઓ. તેઓએ તે ખાધા અને તેથી થેડી જ વારમાં મરણ પામ્યા. તે જોઈને વંકચૂલે વિચાર્યું કે જે મને ગુરૂએ અજાણ્યાં કળ ન ખાવા. નિયમ આપે ન હોત તો આજે મારું પણ મરણ થયું હોત. આ એક જ. અભિગ્રહ મેં પાળે તો મને પ્રાણ આપનારે થયો તે. ઘણાં અભિગ્રહ પાળવાનું તો કેટલું ફળ મળે ? .
- ત્યાર પછી વંકચૂલ રાત્રીએ પિતાના ઘેર પહોંચે. તે વખતે પોતાની પ્રિયા સાથે સૂતેલા કેઈક મનુષ્યને જોઈને કેપીને તેણે તરવાર ખેંચી. પરંતુ નિયમ સાંભળવાથી તે પાછા પગલાં ભરતા હતા તેવામાં ખાટલા સાથે તરવારઅથડાવાથી પુરૂષ વૈષધારી તેની બેન જાગી ને ઉઠી. અને હે વંકચૂલ! તું લાંબું આયુષ્ય ભેગવ એમ આશીષ આપવા લાગી. બેનને જોઈને વંકચૂલે વિચાર્યું કે ગુરૂએ મને આ નિયમ ન આયે હેત તો આજે બેનના ઘાતથી કેટલે પશ્ચાત્તાપ થાત. ત્યાર પછી તેણે બેનને તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે બેને કહ્યું કે નટના છલથી કેટલાક ચર પુરૂષે અહીં આવવાના છે એવું મેં જોયું. પલ્લી નાથ રહિત છે એવું જે તેઓ જાણે તો તેઓ તેમના રાજાને આ વાત જણાવે તેથી તે આવીને પલીને ભંગ કરે માટે તારે વેષ લઈને મેં તેમને નાટક કરાવ્યું અને ઉચિત દાન આપીને વિદાય
ક્ય. રાત્રી ઘણી જવાથી અને ઉંઘ આવતી હોવાથી તારી પ્રિયા ભેગી તેવા જ વેષમાં સૂઈ રહી આ પ્રમાણે નિયમને પ્રભાવ જાણુને નિયમ પાલનમાં તે વંકચૂલ વધારે આદરવાળો થયો.