________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ
૨૨૫ હવે વષતુ પુરી થશે ત્યારે વિહાર થઈ શકશે. સાધુઓ પલ્લીમાં ગયા અને સભામાં બેઠેલા વંકચૂલ પાસે ચેમાસા માટે ઉપાશ્રયની માગણી કરી. ત્યારે વંકચૂલે કહ્યું કે અમે તો પ્રાયે પાપવૃત્તિથી જીવનારા છીએ, માટે ધમીઓની સાથે રહેવું અમને ઘટતું નથી. માટે જે તમારાથી બીજે ચોમાસું રહી શકાય તેમ ન હોય તે અહીં ઉપાશ્રયમાં ચોમાસું સુખે રહે. સાધુઓએ તે વાત કબુલ કરી ને સૂરિને જણાવી. આચાર્ય પણ સાધુઓ સાથે આવીને ત્યાં ચોમાસું રહ્યા.
. ચોમાસું પુરૂ થયે ગુરૂએ વિહાર કર્યો. તે વખતે વંકચૂલ ગુરૂની પાછળ કેટલેક સુધી ગયે. અને ગુરુને નમીને કહ્યું કે તમારા સરખા ગુરૂ મળ્યા છે. પણ મહાપાપી હું જીવદયાદિક પાળી શકું તેમ નથી. તે પણ મને કાંઈક નિયમ આપે જેથી કાંઈક પુણ્યશાળી થાઉં. ત્યારે ગુરૂએ કહ્યું કે અજાણ્ય ફળ ખાવું નહિ, કેાઈ ઉપર પ્રહાર કરતાં પહેલાં સાડાત્રણ પગલાં પાછા ફરવું, રાજાની પત્નીને સંગ કરે નહિ અને એસડમાં પણ કાગડાનું માંસ ખાવું નહિ. એ પ્રમાણે ગુરૂએ ચાર નિયમે આપ્યા તે લઈને પિતાને સ્થાને આવ્યું અને ગુરૂ વિહાર કરી ગયા. - એક વખત વંકચૂલ પરિવાર સાથે કઈ વનમાં ગયે હતો તે વખતે ભૂખે થયો. સેવકોએ પાકેલાં કિપાક ફલે. વનમાંથી લાવીને આપ્યાં. વંકચૂલે તેમને પૂછ્યું કે આ ફલનું શું નામ છે ત્યારે તેઓએ કહ્યું કે અમે તેનું નામ જાણતા નથી. સારાં પાકેલાં જણાય છે માટે લાવ્યા છીએ.
૧૫