________________
૨૨૪
શ્રીવિજયપધસૂરિકૃતદેવગતિને આપનાર તે થાય જ છે. અથવા આ વ્રતનું યથાર્થ પાલન કરનારને દેવો ભવ તો અવશ્ય મળે છે જ. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે ચાતક પક્ષી જે મેઘના પાણી સિવાય બીજા કોઈ પાણીની ઈચ્છા કરતું નથી, કારણ કે તેના ગળે કાણું હોવાથી મેઘના પાણી સિવાયનું પાણું તે જ્યાંથી પીએ તે કોણેથી નીકળી જાય છે. આવા ચાતક પક્ષીને મેઘ સંતોષ આપે છે જ. બીજુ દણાન્ત આપતાં જણાવે છે કે આમ્રફળ એટલે કેરી ખાવામાં ઘણું પ્રીતિવાળા કેયલ પક્ષીને વસન્ત બકતુ સંતેષ પમાડે. છે તેમ આ વ્રત પાળનારને પણ દેવગતિ તે મળે છે જ.
વંકચૂલનું દષ્ટાન્ત આ પ્રમાણે –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે રાજાને દેષની ખાણ સમાન વંકચૂલ નામે પુત્ર હતા. વ્યસનમાં આસક્ત થએલા વંકચૂલને રાજાએ નગરમાંથી કાઢી મૂક્યો. આમ તેમ રખડતો તે વિધ્યપલ્લીમાં ગયે અને પેલી પતિએ તેને પિતાનો પુત્ર કરીને રાખે. તે પલ્લી પતિ મરણ પામ્યો ત્યારે પલ્લીના લોકોએ તેને પલ્લીપતિ બનાવ્યો.
એકવાર વિહાર કરતા ધર્મશેષ નામે સૂરિ તે પલ્લી પાસે આવ્યા. ત્યાં ગુરૂએ મેઘની ગર્જના સરખી વાણીથો. ધર્મને ઉપદેશ આપ્યો. તેવામાં ઘણે વરસાદ વરસ્ય ને વર્ષાઋતુ બેઠી. તેથી ગુરૂએ સાધુઓને કહ્યું કે જંતુવાળી. પૃથ્વી ઉપર વિહાર થઈ શકશે નહિ. માટે પલ્લીમાં જઈને લેકોની પાસે રહેવા માટે કેઈ ઉપાશ્રય માગે કારણ કે