________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૨૧૯ કરતા હતા. તેમને દ્રૌપદી નામે પ્રિયા હતી. એક વાર ભમતા ભમતા. નારદ દ્રૌપદીના મહેલમાં આવ્યા ત્યારે અવિરતિ, હોવાથી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ. તેથી કે પેલા નારદ આ દ્રૌપદીને દુઃખી કરવાને માટે વિચાર કરીને ત્યાંથી ચાલ્યા ગયા. આ ભારતમાં તે વખતે કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીમાં રહીને રાજ્ય કરતા હતા. તેમને અને પાંડવોને મિત્રતા હતી તેથી વાસુદેવના ભયથી નારદ અહીં દ્રૌપદીને કાંઈ કરી શકતા હતા. તેથી તે ભમતા ભમતા ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાંની ચમ્પા નગરીમાં કપિલ નામના વાસુદેવને સેવક અને સ્ત્રીને લોલુપી અમરકંકા નગરીને સ્વામી પદ્ય રાજા હતું તેની પાસે ગયા. તેણે તેમને આદર સત્કાર કર્યો. રાજા નારદને પિતાના અન્તઃપુરમાં લઈ ગયો. અને નારદને પિતાની સ્ત્રીઓ દેખાડીને કહેવા લાગ્યું કે આવી સ્ત્રીઓ તમે કોઈ ઠેકાણે જોઈ છે? નારદે “આનાથી મારું કાર્ય સિદ્ધ થશે એવું વિચારીને કહ્યું કે હે રાજા આવી સ્ત્રીઓ જોઈને કૂપમંડૂકની જેમ તું કેમ રાજી થાય છે?' જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાગપુરમાં પાંડવોની પ્રિયા દ્રોપદીની આગળ આ સઘળીએ સ્ત્રીઓ દાસી જેવી છે. એવું : કહીને નારદ મુનિ આકાશ માર્ગો ઉડીને અન્ય સ્થળે ગયા.
નારદના વચનથો દ્રૌપદી ઉપર રાગવાળા થએલા પદ્ધ : રાજાએ પાતાલવાસી દેવને તપ વડે આરાધ્યું. તેણે શું કામ. છે? એમ પૂછયું ત્યારે પદ્મ રાજાએ કહ્યું કે હે મિત્ર ! દ્રૌપદીને અહીં લાવે. તેણે કહ્યું કે દ્રૌપદી પાંડવે સિવાય અન્યને ઈચ્છતી નથી. પરંતુ તારા આગ્રહથી હું લાવું છું.' એમ કહી તે હસ્તીનાગપુર ગયે અને રાત્રીએ ઉંઘતી