________________
૨૨૦
શ્રીવિજયસૂરિકૃત- દ્રૌપદીને અવસ્થાપિની નિદ્રા આપીને પદ્મ રાજાની પાસે લાવીને મૂકી. જાગેલી દ્રૌપદી આ તે સ્વપ્ન છે કે ઈન્દ્રજાળ છે? એમ વિચારે છે તેટલામાં પ રાજાએ કહ્યું કે તું ભય પામીશ નહિ, કારણ કે તારા ઉપર રાગવાળા મેંજ તને અહીં દેવની મારફત બોલાવી છે માટે તું મારી સાથે ભેગ ભેગવ. હું આ ધાતકી ખંડમાં અમરકંકા નગરીને રાજા છું. દ્રોપદીએ કહ્યું કે જે એક મહિના સુધીમાં મારું કે અહીં આવશે નહિ તે તમારૂં કહ્યું કરીશ.
1. પદ્મ રાજાએ તે વાત કબૂલ રાખી. કારણકે જંબુદ્વીપથી - અહીં કેઈ આવી શકવાનું નથી એવી તેને ખાતરી હતી. દ્રૌપદીએ મહિના પછી પણ પાંડ વિના હું ખાઈશ નહિ એ અભિગ્રહ લીધો.
આ તરફ સવારે પાંડવે જાગ્યા ત્યારે તેમણે દ્રૌપદીને - ઘરમાં જઈ નહિ. તેથી તેઓએ સઘળે સ્થલે તપાસ કરી,
પરંતુ તેઓએ કઈ સ્થળે દ્રૌપદીની વાર્તા (પત્તો) પણું . જાણી નહિ. ત્યારે કુંતીએ કૃષ્ણને પૂછયું. તે પણ જ્યાં - તપાસ કરવી? તેને વિચાર કરે છે તેવામાં નારદ આવ્યા. તેમણે કહ્યું કે ધાતકી ખંડમાં અમરકંકા નગરીમાં પદ્મ રાજાને ત્યાં મેં દ્રૌપદી જોઈ છે એમ કહી કલિપ્રિય નારદ બીજે સ્થળે ગયા. આ વાત કૃષ્ણ પાંડેને જણાવીને કહ્યું કે તમે ખેદ કરે નહિ. હમણાંજ હું તેને પાછી લાવું છું.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ પાંડે અને મોટા સિન્ય સાથે સમુદ્રકાંઠે માગધ તીર્થ નજીક આવ્યા. અને ત્યાં રહીને