________________
૨૧૮
શ્રીવિજયસૂરિકૃતલાવવાને માટે સમુદ્ર ઓળંગીને બીજા ઘાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નગરીએ નથી ગયા? અથવા ગયા છે. ૪૩
સ્પષ્ટાથે–જેણે આ દિગ્રવિરમણ વ્રત અંગીકાર કર્યું નથી તેને કોઈ પણ સ્થાન જવા ગ્ય અથવા નહિ જવા ગ્ય એવું નથી એટલે જેણે દિશાઓમાં અમુક હદ. સુધી જવું એ નિયમ કર્યો નથી તે મનુષ્યને દરેક સ્થળમાં જવાની છુટ હોય છે. તે દરેક સ્થળમાં જાય છે. માટે તેવા મનુષ્યને અમુક સ્થળ જ જવા ગ્ય અને અમુક સ્થળ નહિ જવા ગ્ય, એવું હોતું નથી અથવા સમસ્ત વિશ્વને વિષે ગતિ કરવાના સ્વભાવવાળે વાયુ શું એક
સ્થળમાં નિવાસ કરીને રહે છે? અથવા રહેતો નથી. કહે વાને ભાવાર્થ એ છે કે જેણે આ દિશાવિરમણ વ્રત અંગીકાર કર્યું નથી તે નિયત સ્થાનમાં જ રહે, એ. નિયમ રહેતું નથી. તે તે વાયુની જેમ મરજી પડે ત્યારે ગમે ત્યાં જાય છે. તેથી તે ત્યાં જાય અથવા ન જાય તે પણ તેણે દિવિરમણ વ્રત નહિ ગ્રહણ કરેલ હોવાથી તેને તે સ્થળની અવિરતિને દોષ લાગે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દ્રૌપદીને લેવાને માટે શ્રી કૃષ્ણ વાસુદેવ લવણ.. સમુદ્રને ઓળંગીને બીજા ધાતકી ખંડ નામના દ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નામની નગરીમાં નહોતા. ગયા? અથવા ગયા હતા. ૪૩
શ્રીકૃષ્ણ વાસુદેવની કથા આ પ્રમાણે– હસ્તિનાગપુર નામના નગરમાં પાંચ પાંડ રાજ્યક