________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિત
૨૨૧ સુસ્થિત દેવની આરાધના કરી. તે પણ પ્રગટ થયે અને શું કામ કરું? એમ પૂછયું. ત્યારે કૃષ્ણ કહ્યું કે ધાતકી ખંડ દ્વીપમાં પદ્મ નામે રાજા સૂતેલી દ્રૌપદીનું હરણ કરી ગયે. છે માટે તેને પાછી લવાય તેમ કરો. ત્યારે દેવે કહ્યું કે જે તમે કહો તે પ રાજાને પરિવાર સાથે સમુદ્રમાં નાખીને દ્રૌપદીને અહીં લાવું. ત્યારે કૃષ્ણ કહ્યું કે આમ કરવાની જરૂર નથી. મને અને પાંચ પાંડવોને આ સમુદ્રમાંથી પેલે પાર જવાને માર્ગ કરી આપે. જેથી અમે ત્યાં જઈને તે પાપીને જીતીને દ્રૌપદીને પાછી લાવીએ. દેવે પણ તેમ કર્યું. તેથી કૃષ્ણ અને પાંડવ સ્થળની જેમ રથ વડે સમુદ્ર ઓળંગીને અમરકંકા નગરીમાં ગયા. પછી કૃષ્ણ દારૂક નામના દૂતને દ્રૌપદીને પાછી સોંપવાનું કહેવાને પદ્મ રાજા પાસે મેકલ્યો. પણું. તેણે માન્યું નહિ. પછી તેઓની વચ્ચે યુદ્ધ થયું. શરૂઆતમાં તે પદ્મ રાજાએ પાંચે પાંડવોને જીત્યા. ત્યારે કૃષ્ણ - શંખનાદથી તેના સૈન્યને ભગાડયું અને તે નાસીને પિતાના નગરમો ભરાઈ ગયા. ત્યારે કૃષ્ણ કોધથી નરસિંહનું રૂપ કર્યું અને પૃથ્વીને એવી કમ્પાયમાન કરી કે પદ્મ રાજાએ દ્રૌપદીનું શરણ અંગીકાર કર્યું. ત્યારે તેણીએ કહ્યું કે જે તું સ્ત્રીને વેષ પહેરી મને આગળ કરીને કૃષ્ણનું શરણ અંગીકાર કરે તો તું જીવીશ. તેણે પણ તેમ કરી કૃષ્ણને પ્રણામ કર્યો, અને દ્રૌપદી પાંડને સેંપી. દ્રૌપદીને લઈને જતી વખતે કૃષ્ણ શંખનાદ કર્યો તે શંખનાદ સુવન તીર્થકરની આગળ બેઠેલા કપિલ વાસુદેવે સાંભળે. તેથી આ કોને શંખનાદ છે? એમ જિનેરને પૂછ્યું. ત્યારે જિનેશ્વરે "કહ્યું કે જંબુદ્વીપના ભરતક્ષેત્રના કૃ વાસુદેવને આ શંખ