________________
શ્રીકરણકરસ્પષ્ટાર્થીદિર
૨૧૫ દ્રષ્ટિથી ચારૂદત્ત તરફ જોવા લાગ્યું. ત્યારે ચારૂદત્તે કહ્યું કે હું તારું રક્ષણ કરવા સમર્થ નથી. માટે તું અરિહંત ધર્મનું શરણ અંગીકાર કર. ત્યાર પછી ચારૂદત્ત તેને નમસ્કાર મંત્ર આપે તે સાંભળીને તે સમાધિવાળો થયો. રૂદ્રદત્તે તેને માર્યો. અને તે મરીને દેવ થયે.
પછી બંને જણા છરી લઈને બેકડાની ધમણમાં પિઠા. અને ત્યાં આવેલા ભારંડ પક્ષી તે બંનેને ઉપાડીને સુવર્ણ ભૂમિ તરફ ઉપડ્યા. માર્ગમાં માંસ માટે તે ભાખંડ પક્ષિાનું યુદ્ધ થતાં ચારૂદત્તની ધમણુ કેઈક સરોવરમાં પડી. છરી વડે ધમણ તોડીને તે તરીને બહાર નીકળે. આગળ જતાં અટવીમાં એક મેટે પર્વત છે. તેની ઉપર ચઢ. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને જોઈને વંદન કર્યું. ત્યારે મુનિએ ધર્મલાભ દઈને કહ્યું કે હે ચારૂદત્ત! તમે અહીં કેવી રીતે આવ્યા? અહીં દેવ અને વિદ્યાધર સિવાય બીજાનું આગમન થતું નથી.
પિતાની ઓળખાણથી વિસ્મય પામેલા ચારૂદત્તને મુનિએ કહ્યું કે હું તે અમિતગતિ વિદ્યાધર છું કે જેને તમે પહેલાં બંધનમાંથી છોડાવ્યું હતું. મારી પ્રિયાને લઈને નાશી ગયેલો તે મારે શત્રુ અષ્ટાપદ ઉપર ગયે અને મારી પ્રિયાને મૂકીને તે દુર્મતિ કાંઈક નાશી ગયે. પછી તેણીને લઈને હું ઘેર આવ્યું. મારા પિતાએ મને રાજ્ય આપીને દીક્ષા લીધી. અનુક્રમે મારી પત્નીને સિહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા. ત્યાર પછી તેમને અનુક્રમે રાજ્ય અને