________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક
૨૧૩ એકલો પ્રિયંગુનગરે ગયે. ત્યાં તેના પિતાના મિત્ર સુરેન્દ્રદત્તને ત્યાં સુખે રહેવા લાગ્યા. કેટલાક વખત પછી સુરેન્દ્રતે નિષેધ કર્યા છતાં એક લાખ રૂપીયા વ્યાજે લઈને ધન કમાવા માટે વહાણુમાં બેસીને ચાલ્યા. પછી યમુનાદ્વીપે જઈને ત્યાં વેપારમાં આઠ કોડ સોનૈયા કમાયે. પછી સમુદ્ર માગે સ્વદેશ આવવા નીકળે, પણ રસ્તામાં વહાણ ભાગ્યું મને એક પાટીયું મળવાથી સમુદ્ર તરીને સાતમે દિવસે સમુંઢના કાંઠે રાજપુર નગરમાં આવ્યું.
, ત્યાં તેને દિનકરપ્રજા નામે ત્રિદંડી મળે. તેણે ચારૂદત્તને ધનાથી જાણીને કહ્યું કે મારી સાથે પર્વત ઉપર ચાલ.
ત્યાં રસ કુપીકામાંથી તને રસ આપીશ જેથી ઘણું સુવર્ણ મળશે. પછી તેની સાથે મેટી અટવામાં આવેલા પર્વતની તળેટીએ ગયા. ત્યાં એક મેટું બીલ હતું તેનું દ્વાર ત્રિદંડીએ મંત્ર વડે ઉઘાડયું. પછી તે બીલમાં પેસીને તેઓ રસથી ભરેલા કૂવા પાસે આવ્યા. પછી ત્રિદંડીએ તેને માંચામાં બેસાડી તુંબડી આપીને રસથી ભરી લાવવાને કૂવામાં ઉતાર્યો. ત્યાં મેખલામાં રહીને તે રસ લેવા જાય છે તેવામાં કેઈએ તેને રસ લેતાં રે. ત્યારે ચારૂદતે તેને રોકવાનું કારણ પૂછ્યું. ત્યારે અંદર રહેલા માણસે કહ્યું કે હું વાણીયાને પુત્ર છું. ત્રિદંડીએ મને રસ લેવાને કૂવામાં ઉતાર્યો. પરંતુ રસની તુંબડી લઈને મને કૂવામાં નાખ ત્રિદંડી ચા
યે અને હું રસથી ભક્ષણ કરાયેલ છું. તારી પણ તે તેવી વિલે કરશે. માટે મને તું તુંબડી આપ એટલે તને ભરી આપું. ચારૂદને તુંબડી આપી તે ભરીને માંચીએ બાંધી.