________________
શીર્ષરપ્રક્રસ્પષ્ટાથદિ:
૨૧૧ પડયા કરે, અથવા અતિશય તાપ જ પડયા કરે અથવા અતિશય વરસાદ વરસ્યા કરે તે આ જગતના જીવો સુખે જીવી શકે નહિ તેવી રીતે દિશાઓમાં અમુક મર્યાદા સુધી જવા અને આવવા) રૂ૫ દિગ્વિરમણવ્રત પણ આ લેકમાં જીને હિતને માટે અથવા કલ્યાણ કરનારૂં થાય છે. પરંતુ આ વ્રતને આદર નહિ કરનારા છે તે ચારૂદત્તની જેમ ઘણા પ્રકારના દુખની પરંપરાને ભેગવનારા થાય છે. તેથી આ વ્રતનું પાલન કરવાને યત્ન અવશ્ય કરવો જોઈએ.
ચારૂદત્તની કથા આ પ્રમાણે
ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તેમાં ભાનુ નામ ધનવાન શ્રેણી રહેતે હ. તેને સુભદ્રા નામે ભાર્યા હતી. અને તેમને વખાણવા લાયક ગુણવાળો ચારૂદત્ત નામે પુત્ર હિતે. એક વખત મિત્ર સાથે સિધુ કાંઠે કડા કરતા તેણે કિઈક વિદ્યાધરના પગલાં જોયાં. તથા આગળ સ્ત્રીના પગલાં જોઈને તે સ્ત્રી સહિત છે એમ જાણ્યું. તેટલામાં નજીકમાં લેડના ખીલાઓ વડે વૃક્ષ સાથે જડી લીધેલા એક વિદ્યાધરને તેણે જોયે. તથા તેની તરવારના કેસમાં ત્રણ ઔષધીના વલય જોયાં. તેણે બુદ્ધિથી એક ઔષધો વડે તેને છુટા કર્યો. બીજા વડે ત્રણ રહિત અને ત્રીજા વડે સજીવન કર્યો.
વિદ્યાધરે ચારૂદત્તને કહ્યું કે વૈતાઢયમાં શિવમંદિર નગ૨માં મહેન્દ્રવિલ નામના રાજાને હું અમિત ગતિ નામે પુત્ર છું. ધૂમશિખ નામના મિત્ર સાથે હું એક વખત ક્રીડા રવા હીમંત પર્વત ઉપર ગયો. ત્યાં પિતાના મામાની