________________
૨૧૪
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતપછી ચારૂદતે દેરડું હલાવ્યું એટલે ત્રિદંડીએ તેને . કૂવા કાંઠે માંચી આવી એટલે ત્રિદંડીએ તેને બહાર કાઢય સિવાય રસની તુંબડી માગી. આ મારો દ્રોહ કરવા માગે. છે એવું જાણી ચારૂદતે રસ કૂવામાં નાખી દીધે. તેથી ત્રિદંડીએ માંચી સાથે તેને કૂવામાં નાખે. તેથી તે કૂવામાં. વેદીકા ઉપર પડયે. ત્યારે અંદર રહેલા માણસે કહ્યું કે અહીં ધા રસ પીવાને આવે છે તેનું પૂછડું પકડીને તું બહાર નીકળી જજે. ત્યાર પછી તે માણસ મરણ પામે. ચારૂદત્ત પણ ગેધાનું પૂછડું પકડી મહા મુશીબતે બહાર આવ્યું. મૂછ પામીને જમીન ઉપર પડયો. થોડી વાર ચેતના પામીને તે ભયંકર અટવી ઓળંગીને એક ગામમાં પહેંચ્યું. ત્યાં મામાના મિત્ર રૂદ્રદત્તે તેને ઓળખીને પિતાને ઘેર રાખી સાજો કર્યો. ત્યાંથી તેની સાથે સ્વર્ણભૂમિ તરફ તે ચાલ્યા. ત્યાં નદી ઉતરીને ગિરિકૂટને વિષે ચિત્રવનમાં આવ્યા.
ત્યાં બે બેકડા લઈને તેના ઉપર બેસીને જરી આગળ ગયા. હવે અહીંથી આગળ પગે ચાલવાને માર્ગ નથી માટે બંને જણાએ વિચાર્યું કે બેકડાઓને મારીને તેનું માંસ બહાર રાખીને તેની ધમણ બનાવી અંદર પેસીએ એટલે ભારંs પક્ષી માંસના ભ્રમથી આપણને સુવર્ણભૂમિમાં લઈ જશે માટે આપણે આ બે બેકડાને મારી નાખીએ એવું રૂદ્રદત્ત ચારૂદત્તને કહ્યું. ત્યારે ચારૂદરે કહ્યું કે જે બેકડા ઉપર બેસીને આપણે આટલે સુધી આવ્યા તે બેકડાને આપણાથી. કેમ મરાય? ત્યારે રૂદ્રદત્તે કહ્યું કે આ તારા બેકડા નથી કે જેથી તું મને નિષેધ કરે છે એમ ક્રોધથી કહીને પોતાના બાકડાને મારી નાખે. તે જોઈને ચારૂદત્તને બેકડે ભયભી0