________________
૨૦૨
શ્રીવિજયસૂરિકૃતલઈ જઈને પિતાની સાથે ક્રીડા કરવા માટે ઘણું પ્રાર્થના કરી. પરંતુ મુનિએ જ્યારે માન્યું નહિ ત્યારે તેમને છૂટા કર્યા. સાંજે મુનિ પણ વનમાં ગયા અને કાઉસ્સગ કરોને નિશ્ચલ મને ધ્યાનમાં રહ્યા.
તે વખતે વ્યન્તરી રૂપે ઉત્પન્ન થએલી અભયાએ પૂર્વ ભવના સ્મરણને લીધે શેઠને ઓળખ્યા. અને શેઠને ચલાયમાન કરવાને ઘણી વિડંબના કરી. કારણ કે વેર જન્માક્તરમાં પણ જવાવાળું છે. તે વ્યન્તરીથી પીડા પમાડાતા શેઠ એકદમ ક્ષપકશ્રેણિએ ચઢયા અને વધતા પરિણામે કેવલજ્ઞાન પામ્યા. પછી ધર્મનું સ્વરૂપ કહીને વેશ્યાને બેધ પમાડ. પંડિતા અને વ્યન્તરીને પણ બાધ પમાડયો. પછી ગ્યકાળે કર્મ ખપાવીને મોક્ષે ગયા.
જેવી રીતે સુદર્શન શેઠે અનેક વાર સંકટમાં આવ્યા છતાં પિતાના શીલગુણને જરા પણ મલીન કર્યું નહિ. તેવી રીતે બીજાઓએ પણ પિતાના શીલ ગુણનું કષ્ટ આવે તે પણ રક્ષણ કરવું.
છે ઇતિ સુદર્શન કથા અવતરણ એ પ્રમાણે ૧૮ મું ચતુર્થ વ્રત ઉપદેશ દ્વાર કહ્યું. હવે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ છે. લેક વડે જણાવે છે –
| | વસંતતિવૃતમ્ | विश्वोपकारि धनमल्पमपि प्रशस्य,
किं नन्दवत्फलममानपरिग्रहेण ।