________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક
૨૦૫
રાજાએ કપટી સાધુવેષ ધારણ કરનાર નેકરની મારફત પૌષધમાં મરાવી નાખે, અને તેને પુત્ર નહિ હોવાથી રાજ્ય રાજા વિનાનું થયું, તે નગરમાં નાપિત (હજામ) અને ગણિકાના સંગથી પૂર્વ ભવને કેઈક જાતિમદ કરનારે જીવ ઉત્પન્ન થયો હતો. તેનું નન્દ નામ હતું. તે અનુક્રમે સઘળી કલાઓ શીખે અને સુંદર તારૂણ્ય પામીને રૂપાદિ ગુણવાળો થયો. તે એક વખતે રાત્રીએ સુખે સૂતા હતા ત્યારે તેણે “મેં પાટલીપુત્રને પિતાનાં આંતરડાં વડે વીંટયું” એવું સ્વપ્ન જોયું. સવારમાં ઉઠીને તેનું ફલ કેઈક સ્વપ્ન પાઠકની પાસે ફલાદિ વગેરે મૂકીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, કે તને આ નગરનું રાજ્ય મળશે. ત્યાર પછી તે સ્વપ્ન' પાઠક ઉપાધ્યાયે પોતાની પુત્રી મોટા ઓચ્છવ પૂર્વક તેની સાથે ૫ ણાવી, અને પરણીને પોતાના ઘરે રાજમા થઈને આવે છે તે વખતે ઉદાયી રાજા અપુત્ર મરણ પામેલ હોવાથી મંત્રાધિષ્ઠિત હાથીએ નન્દ ઉપર કલશ ઢળે. તેથી મંત્રીઓએ તેને રાજ્ય ઉપર બેસાડ. તે હલકી જાતને હેવાથી કેટલાક સામન્ત તેની આજ્ઞા માનતા હતા. તેથી
જ્યારે તેઓ સભામાં બેઠેલા હતા ત્યારે ભીંત ઉપર ચીતરેલા હાથી ઘોડા અને પદાતીઓને આજ્ઞા કરીને તેમને એવી સજા કરાવી કે જેથી સઘળા તેને વશવતી થયા. અને ભય પામીને ઘણા રાજાઓ પણ તેને તાબે થયા. તેથી તેણે મેટું રાજ્ય મેળવ્યું. રાજાએ પાસેથી તેની પાસે ઘણું ધન આવ્યું. દાન વગેરેમાં નહિ વાપરનાર તેણે સમુદ્રના કાંઠે સેનાને મેટો પર્વત બનાવ્યો. એક વાર સમુદ્રની મોટી ભરતી આવવાથી તે બધું સમુદ્રમાં તણાઈ ગયું. અને તેથી નન્દ