________________
૨૦૮
શ્રીવિજયપદ્યસૂરિક્તજ્યારે અધિક અથવા સોળ કલાએ ખીલેલે પુનમને ચંદ્ર કાંકવાળો જણાય છે.
મમ્મણ શેઠની કથા આ પ્રમાણે –
મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે રાજા શ્રી મહાવીર પ્રભુને પરમ ભક્ત હતો. તેને ચિલ્લણે નામે રૂપવંતી રાણે હતી. એક વખતે રાત્રે મુશળધાર વરસાદ વરસત હતું. તે વખતે બારીએ બેઠેલી ચેલ્લણ રાણીએ વિજળીના ઝબકારાના પ્રકાશમાં નદીમાં આવેલા પૂરમાં તણાઈ આવેલા લાકડાના ભારાને ખેંચતા એક વૃદ્ધ પુરૂષને છે. તે જોઈને ચિલ્લણ રાણીએ રાજાને કહ્યું કે તમારા સરખા રાજા છતાં આ નગરીમાં એવા દુઃખી પુરૂષ પણ વસે છે કે જેમને આવી ઘોર અંધારી રાતમાં વરસતા વરસાદમાં નદીના પૂરમાં લાકડાં વીણવાં પડે છે. આ એ વાત સાંભળીને રાજાએ તે મનુષ્યને બોલાવીને પૂછયું કે તું કેણ છું? અને આવી રાત્રીએ કેમ કષ્ટ વેઠે છે? ત્યારે તેણે કહ્યું કે હું મમ્મણ નામે વાણું છું. મેં એક વૃષમ બનાવ્યો છે અને તેનું એક શીંગડું ખૂટે છે તેને માટે હું આ મહેનત
ત્યાર પછી રાજા રાણી સાથે તેને ઘેર ગયા. તેણે સુવર્ણ અને રત્નના બતાવેલા બે વૃષભ દેખાડયા. તે જોઈને વિસ્મય પામેલા રાજાએ ચેલ્લણને કહ્યું કે આપણા ઘેર આના જેવું એક પણ રત્ન નથી તે આને શું આપવું? ચેલ્લાએ હસીને મમ્મણ શેઠને કહ્યું કે શું તમે આ લાકડાંથી આનું