________________
૨૦૦
- શ્રીવિજયપધસૂરિકૃતવિચારથી શેઠ મૌન રહ્યા, ત્યારે મૌન કહે છે માટે દોષવાળા છે એવું માનીને રાજાએ શેઠને પકડવાને કેટવાલને આદેશ કર્યો.
કોટવાલેએ શેઠને ગળેથી પકડીને બહાર કાઢયા. ગળામાં ખાસડાંને હાર પહેરા. વધ કરવા માટેના વસ્ત્રો પહેરાવ્યાં. સુપડાનું છત્ર કરી ગધેડા ઉપર બેસાડીને આખા નગરમાં ફેરવ્યા. તે વખતે ઘણાં શોકાતુર થએલા લેકે પણ કહેવા લાગ્યા કે આ શેઠને વિષે આવું સંભવતું નથી.
મને રમાએ જ્યારે આ વાત જાણી ત્યારે દુઃખી થએલી તે વિચારવા લાગી કે આમાં રાજાને કે શેઠને વાંક નથી પરંતુ તેમના કર્મોને જ દેષ છે અને પાપને ક્ષય કરવા માટે ધર્મ વિના બીજે કઈ હેતુ નથી આ નિશ્ચય કરીને તે ઘરમાં જઈને અરિહંતની પૂજા કરવા લાગી. પછી તેમની આગળ કહેવા લાગી કે હે શાસનદેવે તમારે મારા નિર્દોષ પતિનું રક્ષણ કરવું. મારા પતિ ઘેર આવશે ત્યારે હું કાઉસગ્ગ પારીશ. નહિ તે કાઉસ્સગ્નમાં રહેલી મને અનશન છે. એ પ્રમાણે નિશ્ચય કરી કાઉસગ્નમાં રહી.
આ તરફ કોટવાલો સુદર્શન શેઠને વષ્ય ભૂમિએ લઈ ગયા અને રાજાને હુકમ હોવાથી શૂળીએ ચઢાવ્યા. પરંતુ ક્ષણ માત્રમાં તે મહાત્માને શીલના પ્રભાવથી ફૂલી સિંહાસન રૂપ થઈ ગઈ. તેથી શેઠને વધ કરવા માટે તેઓએ તેમના ગલે તીક્ષણ ખડ્ઝને પ્રહાર કર્યો. પરંતુ તે ખડ્રગ માલારૂપે થઈ ગયું. અથવા ધમ હોય તે આપત્તિ પણ સંપત્તિરૂપે થાય છે..