________________
૧૯૮
શ્રોવિયપદ્યસૂરિકૃતઅંદર જતાં રેકી. તે વખતે પંડિતાએ કહ્યું કે આજે રાણું અભયાને શરીરે ઠીક નથી તેથી તે કામદેવ વગેરે દેવને મહેલમાં રહીને જ પૂજવાની છે માટે આ કામદેવની મૂર્તિ અંદર લઈ જાઉં છું. બીજી પણ ઘણી મૂર્તિઓ લાવવાની છે. એમ કહી તે ઢાંકેલી મૂતિ દેખાડી ઓથી વેત્રીએ (છડીદારે) જવા દીધી. ત્યાર પછી બીજી મૂર્તિઓ પણ તેણી લાવી અને દ્વારપાલને છેતરીને કાઉસગ્નમાં રહેલા સુદર્શન શેઠને પણ રથમાં બેસાડીને વસ્ત્રથી ઢાંકીને લાવી.
હવે સાક્ષાત્ કામદેવ સમાન સુદર્શન શેઠને જોઈને અભયા ઘણી રાજી થઈ. તેથી અત્યંત કામાતુર થએલી તે અભયા સુદર્શનને મરને (કામને) દીપન કરનાર વચને કહેવા લાગી. મને કામદેવ પોતાના તીણું બાણથી વીધે છે માટે હે શેઠ! હું તમારા શરણે આવી છું, માટે શરણે આવેલીનું રક્ષણ કરો રક્ષણ કરે. મોટા પુરૂષો શરણે આવેલાનું રક્ષણ કરે છે. માટે મારા ઉપર પ્રસન્ન થઈને મારી સાથે બેલે. મોટા પુરૂષ પ્રાર્થનાને ભંગ કરતા નથી. હું તમને અહીં કપટથી લાવી છું માટે તમારે કેપ કરે નહિ. અનેક પ્રકારનાં કામેત્તેજક વચન કહ્યા છતાં પણ સુદર્શન તે મેરૂ પર્વતની જેમ કાઉસ્સગ્નમાં સ્થિર રહ્યા. ત્યારે કામથી વિલંત ચિત્તવાલી અભયા રાણ ફરીથી પણ કહેવા લાગી કે તમારી પ્રાર્થના કરતી મને તમે કેમ ઉપેક્ષે છે. ? આ વ્રતનું કષ્ટ મૂકી દે, કારણ કે હવે તેનું કામ નથી. મને અનુકૂળ થવાથી તમને વ્રતનું ફલ સિદ્ધ થશે. હવે તમે મારી પાસેથી કેવી રીતે જવાનો છે એમ કહીને સુદર્શનને હાથ