________________
શ્રીકરપ્રકરસ્પાદિ:
૧૯૭
જણાવી. ત્યારે તેણીએ કહ્યું કે હું પુત્રી ! તેં આ યાગ્ય કર્યું નથી. તુ મહાત્મા પુરૂષોના માહાત્મ્યને જાણતી નથી. અન્ય શ્રાવક પણ સુશીલ હાય છે તેા સુદર્શનનું તા શું કહેવું. જે હુંમેશાં ગુરૂની સેવા ધ્યાન અને તપમાં આસક્ત છે તે સુદનને વશ કરવા ઘણા મુશ્કેલ છે.
ત્યારે અભયાએ કહ્યું કે એક વાર તમે કોઈ પણ રીતે તેને અહીં લાવા પછી તમારે કાંઇ કરવાનું નથી. હું સઘળું કરીશ. ત્યારે પડિતાએ વિચારીને કહ્યું કે જો એમ છે. તે પુર્વ દિવસમાં જ્યારે સુદન શૂન્ય સ્થાનમાં કાયાત્સર્ગ માં રહ્યા હોય ત્યારે લાવીશ. ત્યારે અભયાએ કહ્યું કે આજ ઉપાય છે તે તે માટે ઉદ્યમ કરવા. પંડિતાએ કબુલ કર્યું.
હવે ત્યાં કેટલાક વખત પછી માટેા કૌમુદી ઉત્સવ આવ્યેા. તે વખતે રાજાની આજ્ઞા હાવાથી સઘળા નગરવાસીઆ ઉદ્યાનમાં ગયા. તે દિવસે ચતુર્માસિક પ હાવાથી સુદર્શન શેઠ રાજાની રજા લઈને ઘેર રહ્યા. ત્યાર પછી સ ચેત્યામાં સ્નાત્રઢિ પૂજા કરીને શેઠે પૌષધ લીધા. આવશ્યકાદિ કરીને કેાઈક શૂન્ય સ્થાનમાં ધર્મ ધ્યાનમાં લીન થઈને કાઉસગ્ગમાં રહ્યા. આ વાત જાણીને પડિતાએ અભયાને કહ્યું કે આજે તારૂં ઈચ્છિત પૂર્ણ થાય તેમ છે. માટે આજે તારે દ્યાનમાં જવું નહિ. અભયાએ પણ આજે મારૂં માથુ મહુ દુ:ખે છે એવું ખાટુ બહાનું રાજાને જણાવીને ઘેર રહી.
હવે કામદેવની માટીની માટી મૂર્તિને વજ્રથી ઢાંકીને રથમાં મૂકીને પંડિતા મહેલ આગળ આવી. ત્યારે વેત્રીએ તેને