________________
શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિ:
૨૦૧ આવું આશ્ચર્ય જોઈને તેઓએ રાજાને જણાવ્યું, તેથી રાજા હાથી ઉપર બેસીને સુદર્શન પાસે આવ્યે પશ્ચાત્તાપ પૂર્વક શેઠને આલિંગન કરીને રાજાએ કહ્યું કે નાશ નહિ પામેલા તમારા પુણ્ય પ્રભાવથી દર્શન થયાં. સ્ત્રીની માયાથી મોહિત થઈને ગુણના સ્થાન એવા તમને મેં મારવાને હુકમ કર્યો માટે મારાથી પાપી અને વિચાર વિનાને બીજે કોણ? તમે પણ મને આ પાપ કરાવ્યું કારણ કે પૂણ્યા છતાં તમે રાત્રીનું સાચું વૃત્તાંત જણાવ્યું નહિ.
પછી રાજા શેઠને હાથી ઉપર બેસાડીને પિતાના મહેલે લાવ્યા. વસ્ત્રાભૂષણ વગેરેથી સત્કાર કરીને રાત્રીની કથા પૂછી તે વખતે પ્રથમ અભયાને અભય અપાવીને પછી શેઠે રાત્રીને યથાર્થ હેવાલ જણ તેથી પ્રસન્ન થઈને રાજાએ મટી ત્રદ્ધિ સાથે શેઠને ઘેર મેલ્યા. આ હકીકત જાણીને ભયભીત થએલી અભયા રાણીએ ગળે ફસે નાખીને આપઘાત કર્યો. પંડિતા (ધાત્રી) નાશીને પાટલીપુરે ગઈ. અને દેવદત્તા નામની વેશ્યાને ઘેર સુખે રહેવા લાગી. ત્યાં પણ તે પંડિતા નિત્ય સુદર્શન શેઠનાં એવાં વખાણ કરે છે કે જેથી તે દેવદત્તા પણ તેમને વિષે રાગવાળી થઈ.
આ તરફ સુદર્શન શેઠે સંવેગ પામીને દીક્ષા લીધી. આચાર વિચાર જાણીને ગુરૂથી એકલા વિચારવા લાગ્યા. અને ફરતા ફરતા પાટલીપુરે આવ્યા. ભિક્ષાને માટે ફરતા તેમને પંડિતાએ જોયા અને ઓળખ્યા. દેવદત્તાને આ ખબર કહી, ત્યારે ભિક્ષાના બહાને તેણીએ તેમને બોલાવ્યા અને ઘરમાં