________________
૧૭૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતઅર્થ કર્યો. ત્યારે નારદે કહ્યું કે ગુરૂએ ત્રણ વર્ષનું ધાન્ય (જે) ઉગતું નથી તેને અજ કહેલ છે તે હે ભાઈ! તને સાંભળતું નથી. ત્યારે પર્વતે કહ્યું કે ના, તાતે મેં કહ્યો એ અર્થ કહ્યો છે. આ પ્રમાણે વાદ કરતાં તેઓએ તેમના સહાધ્યાયી વસુરાજાને સાક્ષી કરીને જે ખોટો ઠરે તેની જિલ્લાના છેદ કરે એવી પ્રતિજ્ઞા કરી. - પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું કે જે કે હું ઘરનાં કાર્ય કરવામાં હતી તો પણ મને યાદ છે કે તારા પિતાએ અજ શબ્દને અર્થ ત્રણ વર્ષનું જૂનું ધાન્ય એ પ્રમાણે કહ્યો હતો. પર્વતે કહ્યું કે માતા ! એ ગમે તેમ હોય. પણ હવે શું થાય? તેથી તેણુએ વસુ રાજાની આગળ જઈ કહ્યું કે મને પુત્ર ભિક્ષા આપે. વસુ રાજાએ કારણ પૂછયું ત્યારે નારદ અને પર્વત સંબંધી વાત કહી. વસુ રાજાએ કહ્યું કે મારાથી જૂઠું કેમ કહેવાય? માટે તમારે બીજું કાંઈ જોઈએ તે માગે. ત્યારે તેણીએ ગુસ્સે થઈને કહ્યું કે પિતાના બંધુને મારીને તું સત્યવ્રતી થા. આવા પ્રકારનાં તેણીના વચનથી રાજાએ જૂઠું બોલવાનું કબૂલ રાખ્યું, તેથી પ્રસન્ન થઈને તે ઘેર ગઈ. . .
બીજે દિવસે નારદ અને પર્વત વસુ રાજાની સભામાં ગયા. અને તેમને પૂછયું કે અજ શબ્દને ગુરૂએ શું અર્થ કહ્યો હતો તે સભા સમક્ષ સાચે સાચું કહે. તે વખતે સભ્યોએ પણ કહ્યું કે આ વાદને નિર્ણય તમારી ઉપર રહ્યો છે. માટે સુર અને અસુરેથી પ્રશંસાએલ જે સત્ય હોય તે કહે. આ પ્રમાણે સાંભળ્યા છતાં વસુ રાજાએ અજ