________________
શ્રીકમકરસ્પષ્ટાર્થીદિ
૧૮૫
ચામાં આવેલી રાણીએ ફલ રહિત તે ડાળી જોઈ તે વાત રાજાને જણાવી, રાજાએ અભયકુમારને કેરીના ચેરની શોધ કરવા હુકમ કર્યો.
અભયકુમારે તે વાત અંગીકાર કરીને કહ્યું કે હું જલદી તેને શોધી લાવીશ. અભયકુમાર ચોરને શોધવા દરરોજ નગરમાં ફરવા લાગ્યા. પણ ચાર જડતો નથી. તેવામાં એક રાત્રીએ નાટક જોવા માટે એક સ્થળે નગરવાસીઓ એકઠા થયા હતા ત્યાં તે આવ્યા. લેકેએ આપેલા આસન ઉપર બેસીને લોકોને કહ્યું કે નટ લેકે આવે ત્યાં સુધી મારી કથા સાંભળો.
વસંતપુરમાં ધનહીન એક જીર્ણ શેઠ હતા. તે શેઠને ઉમ્મર લાયક પુત્રી હતી. તે સુંદર વરની પ્રાપ્તિ માટે કામદેવને પૂજતી હતી. અને હમેશાં કેઈક ઉદ્યાનમાંથી ચોરી કરીને ફૂલો લાવતી હતી. એક વખત તેણીને પકડવાને માળી સંતાઈ રહ્યો. તે વખતે ફૂલ વીણવા આવેલી શેઠની પુત્રીને જોઈને તેને હાથ પકડયે. પરંતુ તેણીનું રૂપ જોઈને તે ક્ષોભ પામ્યું. તેણુંને હાથ પકડવાથી કપ પામેલા તે માળીને શેષ જાતે રહ્યો. તેથી કહેવા લાગ્યું કે હે સુંદરી! તું મારી સાથે ક્રીડા કર, નહિ તે તને છોડીશ નહિ. ત્યારે તે બાલાએ કહ્યું કે તું મારા હાથને સ્પર્શ કર નહિ. કારણ કે હજી હું કુંવારી હેવાથી પુરૂષના સ્પર્શને ગ્ય નથી ત્યારે માળીએ કહ્યું કે તારે લગ્ન થયા પછી તરતજ પ્રથમ મારી સાથે સંભોગ કરે તે વાત તું કબૂલ કરે તે