________________
૧૯૨
શ્રીવિજયપદ્યસૂરિકૃતએક વાર ભેંસને ચારવા વનમાં ગયે હતો. ત્યાંથી પાછા ફરતાં તેણે એક મુનિને કાઉસગ ધ્યાનમાં રહેલા જોયા. આ વખતે માહ મહિને હતો અને સખત ટાઢ પડતી હતી તેથી તે નર વિચારવા લાગ્યા કે વસ્ત્ર હિત આ સાધુની માહ માસની ઠંડીમાં રાત્રી કેવી રીતે જશે? આવા વિચાર કરતા તે ઘેર આવ્યો. બીજે દિવસે સવારે ભેંસે લઈને જતાં તે મુનિનું ધ્યાન કરતે મુનિ પાસે આવ્યા, અને ભક્તિથી તેમની ઉપાસના કરવા લાગે, પછી સૂર્યોદય થયે ત્યારે મુનિ “નમો અરિહંતાણું” બેલીને આકાશમાં ઉડી ગયા. તે વખતે તે સુભગ નેકર આ (નમે અરિહંતાણું) આકાશગામિની વિદ્યા છે એવું નકકી કરી સુતાં અને જાગતાં નવકાર પદનું સમરણ કરવા લાગ્યો.
એક વખતે તે પદનું ધ્યાન કરતા તેને શેઠે પૂછ્યું કે મહા પ્રભાવવાળે આ મંત્ર તને કયાંથી મળે? ત્યારે સુભગે કહ્યું કે આ મંત્ર મેં મુનિની પાસેથી મેળવ્યું છે, અને તેનાથી આકાશગામિની વિદ્યા સિદ્ધ થાય છે. ત્યારે શેઠે તેને કહ્યું કે આ મંત્રથી નભેગામિની વિદ્યાજ મળે છે એટલું જ નહિ પરંતુ સ્વર્ગ અને મોક્ષના સુખ ઉપરાંત આ ભવમાં રાજ્ય વગેરે પણ મળે છે. માટે આ નવકાર મંત્ર સર્વ મંત્રમાં શ્રેષ્ઠ છે. તેથી ભાગ્યથી મેળવેલ આ મંત્રને તું ત્યાગ કરીશ નહિ. તેણે કહ્યું કે આ મંત્રનું તો મને વ્યસન થયું છે માટે હું તેને મૂકીશ નહિ. ત્યાર પછી શેકે તેને આ નવકાર મંત્ર શીખવ્યું.