________________
શ્રીક રપ્રકરસ્પષ્ટાદિ:
૧૯૧
મુગટ (મસ્તક) વાળા પણ શેષનાગ વિશ્વના ભારને ધારણ કરે છે ૩૯
સ્પષ્ટા :—ધીર પુરૂષા એટલે ધૈર્ય વાળા પુરૂષો ઘાર એટલે ગહન અથવા વિતના નાશ કરે તેવું સંકટ આવે તાપણુ બ્રહ્મચર્યથી ચલાયમાન થતા નથી. કારણકે તે સકલ સુખને આપનાર બ્રહ્મચર્યના મહિમા સારી રીતે જાણે છે. અહીં કવિરાજ ઉદાહરણ જણાવતાં કહે છે કે સુદર્શન શેઠને પ્રાણનું સંકટ પ્રાપ્ત થયું તે પણ તે ચલાયમાન થયા નહિ તા તેમને શૂળી પણ સિંહાસન રૂપ બની ગઈ. બાબતમાં દષ્ટાન્ત આપે છે કે વિના ભારને ધારણ કરનાર શેષનાગ પેાતાનું મસ્તક નમી જાય તાપણુ પૃથ્વીના ભારને વહન કરે છે પણ મૂકી દેતા નથી. મસ્તક નમી જવાનું કારણ આપતાં કહે છે કે સમુદ્રોનાં ઉછળતાં મેટાં મેાજાથી ચલાયમાન થયેલા પર્વતાને લીધે પૃથ્વી ધ્રૂજે છે, તેથી શેષનાગનુ મસ્તક નમી જાય છે છતાં તે પૃથ્વીના ભારને વહન કરે છે. માટે ભવ્ય જીવેાએ મહા કલ્યાણકારો બ્રહ્મચર્યવ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ ૩૯
સુદર્શન શેઠની કથા આ પ્રમાણે:—
ભરત ક્ષેત્રમાં અંગ નામે દેશમાં ચંપા નામની માટી નગરી હતી. તેમાં ષિવાહન નામે રાજા હતા. તે રાજાને અભયા નામની રાણી હતી. તે નગરીમાં વૃષભદાસ નામે પરમ શ્રાવક હતા. તેમને અદ્દિાસી નામની પ્રિયા હતી. તે શેઠની ભેંસાના પાળનાર સુભગ નામે નેકર હતેા. તે