________________
૧૯૪
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતપ્રીતિપાત્ર હતું. તેમજ આ કપિલને સુદર્શન સાથે પણ ગાઢ મૈત્રી થઈ હતી, તેથી તે પુરોહિત સુદર્શન સાથે ઘણે કાલ ગાળે છે. તે કપિલને એક વખતે તેની કપિલા નામની સ્ત્રીએ પૂછયું કે તમે આટલે વખત ક્યાં રહો છો ? ત્યારે કપિલે કહ્યું કે સુદર્શન પાસે હું રહું છું. ત્યારે તેણીએ પૂછ્યું કે સુદર્શન શું છે? ત્યારે કપિલે કહ્યું કે સર્વ લોકમાં પ્રસિદ્ધ ગુણના ભંડાર સુદર્શનને તું જાણતી નથી તે પછી કને જાણે છે? કપિલાએ કહ્યું કે મને ઓળખાવે. ત્યારે પુરોહિતે કહ્યું કે વૃષભદાસ શેઠનો તે પુત્ર છે. તે ઘણે ચતુર અને ગુણવાન છે. આ પ્રમાણેનું તેનું વર્ણન સાંભળીને કપિલાને તે સુદર્શન ઉપર રાગ ઉત્પન્ન થયે. કારણ કે સ્ત્રીઓ પ્રત્યે કરીને ચપળ હોય છે.
ત્યાર પછી તે કપિલા સુદર્શનને મળવાને લાગ હૃદયમાં વિચારવા લાગી. એક વાર રાજાની આજ્ઞાથી કપિલ પુહિત બહાર ગામ ગયે. ત્યારે તેણી તરત જ સુદર્શનના ઘેર આવી. કપટી એવી તેણુએ સુદર્શનને કહ્યું કે તમારા વિરહથી તેમની માંદગી વધે છે. માટે તેમની આજ્ઞાથી તમને બોલાવવા આવી છું. મને તે આ વાતની ખબર નથી એમ કહીને સુદર્શન તરત પુરેહિતને ઘેર ગયા. ઘરમાં પેસીને મિત્ર કયાં છે? એમ પૂછ્યું ત્યારે કપિલાએ કહ્યું કે અંદરના ઓરડામાં છે. એમ કહીને શેઠને અંદરના ઓરડામાં લઈ ગઈ, કારણ કે કુલટા સ્ત્રીઓ કપટમાં હોંશિયાર હોય છે. ત્યાં પણ તેને નહિ જેવાથી શેઠે પૂછયું કે કપિલ ક્યાં છે? તેવામાં કપિલાએ ઓરડાનાં દ્વાર બંધ કર્યા અને નવા નવા