________________
૧૮૪
શ્રીવિજયપદ્યસૂરિકૃતઆપતાં જણાવે છે કે સમુદ્ર રત્નની ખાણ છે, પરંતુ તેનામાં રહેલું ખારું પાણી એ તેનું કલંક છે. કારણ કે તે પાણી કેઈને પીવાના કામમાં આવતું નથી. વળી શીતળતા વગેરે ગુણવાળો હોવા છતાં પણ ચંદ્રમામાં રહેલો સસલે તેને લાંછનરૂપ ગણાય છે. માટે ચેરીના મોટા દેષને ત્યાગ કરે જોઈએ. ૩૬ આમ્રફલના ચેરની કથા ટુંકામાં આ પ્રમાણે જાણવ
રાજગૃહી નગરીના શ્રેણિક રાજાની પ્રિયા ચલણ રાણું ઉપર પ્રસન્ન થએલા દેવે એક સ્તંભનો મહેલ તથા સર્વ ઋતુના ફળથી ભાયમાન બગીચે તે રાણીને ક્રીડા કરવા માટે બનાવ્યા હતા. હંમેશાં ફૂલ તથા ફળથી ભરેલા તે બગીચામાં શ્રેણિક રાજા સાથે ચેલ્લણ રાણું કડક કરતી હતી.
તે નગરમાં વિદ્યા સિદ્ધ એક માતંગ (ચંડાળો)નો અગ્રેસર ચંડાલ હતો. એક વખત તેની સ્ત્રીને કેરી ખાવાને દેહદ થયો. તેણે પતિને તે વાત જણાવી. ત્યારે પતિએ કહ્યું કે કવખતે કેરી ક્યાંથી મળે? ત્યારે તેણીએ કહ્યું કે ચિલ્લાના બગીચામાં સદા ફળવાળો આંબે છે. ત્યાંથી લાવી આપે. તેથી તે માતંગ બગીચામાં ગયે. અને ત્યાં અનેક ફળોવાળા મોટા આંબા જોયા. રાત્રીએ માતંગ બગીચામાં આવ્યો અને ઉંચા આંબા ઉપર રહેલી પાકી કેરીઓ જોઈને તેણે અવનામીની વિદ્યા વડે તે આંબાની ડાળીઓ નીચે નમાવીને મરજી મુજબ કેરીઓ લીધી. બીજે દિવસે બગી.