________________
૧૮૬
શ્રીવિજયપધસૂરિકૃતતને છોડું. તેણુએ પણ તે વાત કબૂલ રાખી એટલે માળીએ તેને છેડી.
ત્યાર પછી તેનું ઉત્તમ વર સાથે લગ્ન થયું. પતિના ઘેર આવેલી તેણુએ રાત્રીએ પતિને માળીની વાત કહી. માળી પાસે જવાની રજા માગી. આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે. એમ જાણું પતિએ માળી પાસે જવાની રજા આપી. રાત્રોએ ઘરેણું પહેરીને નીકળેલી તેને રસ્તામાં ચેરે મળ્યા. તે વખત તેણીએ માળીની વાત કહીને કહ્યું કે હું પાછી ફરૂં ત્યારે મારાં ઘરેણાં લેજે. તેણીને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણીને ચેરએ જવા દીધી. આગળ જતાં ભૂખે રાક્ષસ મળે તેને પણ માળીની વાત જણાવી ત્યારે માળીને ત્યાંથી પાછી આવતાં હું તારું ભક્ષણ કરીશ એમ જણાવી જવા દીધી. પાછી માળીને ત્યાં જઈને તેને કહ્યું કે આજેજ લગ્ન કરીને હું તારી પાસે આવી છું. અહે! આ સત્ય પ્રતિજ્ઞાવાલી મહાસતી છે કે જેને ચોરેએ તથા રાક્ષસે જવા દીધી છે, માટે માળીએ પણ તેને માતાની જેમ નમીને રજા આપી. પછી રાક્ષસ પાસે આવીને માળીની વાત કહી તેથી રાક્ષસે. શું હું માળીથી પણ હીન સત્ત્વવાળો છું? એવું વિચારી પુત્રીના જેવી ગણી તેને મૂકી દીધી. ત્યાર પછી ચોરે પાસે આવીને માળી તથા રાક્ષસની વાત કહી ત્યારે ચોરેએ પણ બહેન જેવી ગણીને જવા દીધી. પછી પતિ પાસે આવીને ચિરની રાક્ષસની અને માળીની હકીક્ત કહી. ત્યાર પછી શાંતિથી રાત્રી વીત્યા બાદ પતિએ તેને સવારે સર્વ સ્વામિની કરી.