________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૭૭ એટલે બકરે એ પ્રમાણે અર્થ ગુરૂએ કહ્યો હતે એવી સાક્ષી આપી. તેથી કેપેલા દેવોએ તેજ વખતે વસુ રાજાને સિંહાસન ઉપરથી જમીન ઉપર પાડી નાખે અને સાથે પર્વતને પણ નરકનો અતિથિ બનાવ્યું અથવા બંને મરીને નરકે ગયા. દેવોએ નારદની સ્તુતિ કરી, અને તે અનુક્રમે સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે હકીક્ત સાંભળીને પંડિત પુરૂએ સત્ય વચને બોલવામાં આદર કરો.
છે ઈતિ વસુરાજ કથા છે બ્રહ્માદિની કથા આ પ્રમાણે –
એક વખત શિવ, બ્રહ્મા અને વિષ્ણુ એકઠા થયા ત્યારે સર્વે દે ત્યાં કૌતુકથી આવ્યા. તે વખતે દેવોએ શિવને પૂછયું કે બ્રહ્મા અને વિષ્ણુમાં સત્યવાદી કેણ છે. ત્યારે શિવે તે બંનેની સત્યની પરીક્ષા કરવાને બંનેને કહ્યું કે મારા લિંગને પાર (છેડે) કયાં છે તે શોધી લાવે. ત્યારે બંનેએ કહ્યું કે અમે ક્ષણ માત્રમાં ત્રણ જગતના પારને પામવા સમર્થ છીએ તે તમારા લિંગની તો શી વાત. શિવે તેમને બંનેને જવાની રજા આપી, તેથી બ્રહ્મા આકાશમાં ચાલ્યા અને વિષ્ણુ પાતાલ તરફ ચાલ્યા. *
વેગથી ઉંચે જતાં બ્રહ્મા લિંગના પારને પામી શક્યા નહિ. તેવામાં શિવના મસ્તક ઉપરથી પડતી કેતકીને જોઈને થાકી ગયેલા બ્રહ્માએ કહ્યું કે હે કેતકી! તે શિવના લિંગને અંત કેઈ ઠેકાણે જોયે છે. ત્યારે તેણીએ કહ્યું કે હે મૂઢ! તેમના લિંગને પાર તો ઈન્દ્ર પણ પામી શક્તા નથી.