________________
૧૭૮
- શ્રીવિયપદ્યસૂરિકૃતમાટે લિંગને પાર પામવાને આગળ જવાની જરૂર નથી. માટે પાછા ફરો. હું તેમની આગળ ખોટી સાક્ષી પૂરીશ: તેથી બ્રહ્માએ પાછા ફરી શિવની આગળ આવીને કહ્યું કે હમણાંજ તમારા લિંગને અંત જોઈને હું પાછો ફર્યો છું. શિવે કહ્યું કે આ બાબતમાં સાક્ષી કેણ છે? ત્યારે બ્રહ્માએ કહ્યું કે આ કેતકી સાક્ષી છે. ત્યારે શિવ તે બંનેના મિથ્યા વચનથી કપાયમાન થયા, તેથી બેલ્યા કે આ બ્રહ્મા મિથ્યાવાદી છે માટે હવેથી કોઈએ તેને પૂજવા નહિ. તેથી પ્રાયે બ્રહ્મા હજુ સુધી પૂજાતા નથી. તેમજ બેટી સાક્ષી પૂરનારી કેતકીને શિવની પૂજામાં કોઈ ઉપયોગ કરતું નથી. , વિષ્ણુએ પાતાલમાં સઘળે તપાસ કરી, પરંતુ કોઈ ઠેકાણે લિંગને પાર પામ્યા નહિ તેથી થાકીને પાછા આવીને કહ્યું કે તમારા લિંગને પાર પામી શકાય તેમ નથી. આ પ્રમાણે સાચું બોલનાર વિષણુની લકે પૂજા કરવા લાગ્યા. કારણ કે શિવે પોતે પણ સંતોષ પામીને વિષ્ણુની પૂજા કરી. જો કે આ કલિપત ઉદાહરણ છે. તે પણ અહીં સત્યાર્થ સાધવામાં ગીતાર્થોએ તેને આદર કર્યો છે માટે અહીં તે લેવામાં આવ્યું છે.
| | ઈતિ બ્રહ્માદિ કથા છે
અવતરણ–એ પ્રમાણે ૧૬ મું મૃષાવાદ વિરમણ વ્રત દ્વાર કહીને હવે સત્તરમું અદત્તાદાન વિરમણ વ્રત દ્વાર કહે છે –