________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ:
૧૭૫ જુવે છે માટે જ્યાં કોઈ જોતું ન હોય તેવું સ્થળ છે જ નહિ. આ તે ગુરૂએ મારી પરીક્ષા કરવા માટે કહ્યું છે. ગુરૂને આશય મારવાનું નથી. આવું વિચારી તે લોટને કુકડે પાછો લાવીને ગુરૂને આપીને કહ્યું કે આપના કહેવા પ્રમાણે કઈ સ્થળ નથી, તેથી કુકડાને માર્યા સિવાય પાછો લાવ્યો છું. ત્યાર પછી પર્વત અને વસુ પણ આવ્યા. તે બંનેએ કહ્યું કે અમે જંગલમાં એકાંતમાં જઈને કુકડાને માર્યો છે. ત્યારે ગુરૂએ તેમને ઠપકો આપતાં કહ્યું કે તેને મારતાં તમે બને તે જોતા હતા ને મેં તો કેઈ ન જુએ તેવા સ્થળે મારવાનું કહ્યું હતું. ગુરૂએ નિશ્ચય કર્યો કે નારદ સ્વર્ગગામી છે અને બીજા બે નરકગામી .
મારી પાસે ભણનારા નરકે જશે તેથી વૈરાગ્ય પામીને ક્ષીરકદમ્બકે ગુરૂ પાસે દીક્ષા લીધી. એટલે પર્વત ઉપાધ્યાય અન્ય. અભિચન્દ્ર રાજાએ પણ દીક્ષા લીધી. તેથી વસુ રાજા થયે. આ વસુરાજાને એક પારધીએ સ્ફટિકની શિલા ભેટ આપી હતી. તે શીલા છેટેથી દેખાતી હતી તેથી તે શીલા ઉપર મૂકેલું સીંહાસન જાણે અદ્ધર રહેતું હોય તેવું જણાતું હતું. તેથી લોકો રાજાના સત્યને લઈને સીંહાસન અદ્ધર રહે છે એવું જાણતા હતા અને તેથી વસુરાજાની સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ થઈ
એક વાર નારદ તે નગરીમાં આવ્યા અને પિતાના સહાધ્યાયી પર્વતને ત્યાં ગયા. તે વખતે શિષ્યોને ભણાવતા પર્વત પાઠકે “જેથgશ' એટલે અજે વડે યજ્ઞ કરવો જોઈએ. ત્યાં અજ એટલે મેષ અથવા બકરે એવે