________________
છોકપૂરપ્રકરણ્યકાર્યાદિ:
૧૭૩ સ્પાર્થજુઠું બોલવાથી દુર્ગતિ મળે છે એટલું જ નહિ પરંતુ કેઈની પ્રેરણાથી જૂઠી સાક્ષી આપનાર જીવની - પણ દુર્ગતિ થાય છે એ વાત કવિરાજ આ ગાળામાં સમજાવે છે: –નારદ મુનિ અને પર્વત નામ ઉપાધ્યાયને પુત્ર એ બંને મિત્રોને અજા શબ્દના અર્થમાં મતભેદ થયો. તે વખતે વસુ નામને રાજા આ બંનેની સાથે ભણતા હતે અને તેની સત્યવાદી તરીકે ખ્યાતિ હતી. તે વસુ રાજાની પાસે “ગુરૂએ અજા શબ્દને શું અર્થ કર્યો છે?” તેને નિર્ણય કરવાનું નક્કી કર્યું. તે વખતે પર્વતની માતાએ વસુ રાજાને પર્વત કહેલો અર્થ કરવા માટે સમજાવ્યું. પ્રથમ વસુરાજાએ “ગુરૂએ નારદે કહ્યા પ્રમાણે અર્થ કર્યો છે” એવું તેની માતાને કહ્યું અને પર્વત જૂઠું બોલે છે, એમ કહ્યું. પરંતુ વસુરાજાને તેની માતાએ ઘણા આગ્રહથી પર્વતે કહ્યા પ્રમાણે અર્થ કહેવાનું રામજાવ્યું. અને વસુ રાજાએ સભામાં તે પ્રમાણે અર્થ કો તે જ વખતે તે તેના અદ્ધર રહેતા સિંહાસન ઉપરથી નીચે પડતાં મરણ પામીને નરકે ગયે. આ બાબતમાં લૌકિક દષ્ટાન્ત આપતાં જણાવે છે કે મહાદેવે પિતાના લિંગને છેડે શોધી લાવવાને બ્રહ્માને અને વિષ્ણુને કહ્યું. તેમાં બ્રહ્મા જૂઠું બોલ્યા તેથી મહાદેવે તેમને અપૂજ્ય કરાવ્યા. તેથી લોકો તેમની પૂજા કરતા નથી. આ બાબતમાં કેતકીએ જૂઠી સાક્ષી પૂરી તથા તેના ફૂલને પણ અનિષ્ટ (ત્યાજ્ય) તરીકે ગણાવ્યા અથવા કેતકીના પુષ્પથી મહાદેવની પૂજા થતી નથી. અને સાચું બેલનાર વિષ્ણુને પૂજવાને લાયક ઠરાવ્યા. કહેવાનો સાર એ છે કે સાચું બોલનારને સારૂં ફળ અથવા સદ્ગતિ મળે છે. અને