________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૧૭ તે દિવસે પરેઢમાં પુષ્પના કરંડીયા લઈને એક માલીને રાજમાર્ગેથી આવતાં એકદમ જંગલ જવાની ઈચ્છા થઈ અને અતિ પડાવાથી રાજમાર્ગ ઉપર જ વિષ્ટા કરીને ફૂલના ઢગલાથી ઢાંકી દીધી. આજે જ તે આચાર્યને જઈને હણોશ એ પ્રમાણે વિચારીને દત્ત રાજા ગુરૂ પાસે જવાને ઘોડા. ઉપર બેસીને નીકળે. વેગથી દેડતા તેના ઘડાની ખરી ? તે વિષ્ટાવાળા ફૂલના ઢગલા ઉપર પડી અને તેમાંથી ઉડેલો છોટે રાજાના મુખમાં પેઠે. મુનિની વાણી અસત્ય કેમ હોય? તેથી વિલ થએલો દત્ત રાજા પાછો ફર્યો. આપણે સંકેત દત્ત જાણી ગયા છે એમ સમજીને પ્રધાન પુરૂષએ તેને.. પિતાના મહેલમાં પેસતાં જ બાંઠે. અને કેપથી કંપતા. શરીરવાળા તેને નકકુંભમાં નાખે. તેમાં રહેલ તે નારકીની જેમ ઘણું દુઃખ પામવા લાગ્યા. જેમ નારકીને પરમાધામીઓ પીડે તેમ ત્યાં કુતરાઓએ તેને આખા શરીરે બચકાં ભય. એ પ્રમાણે ઘણી પીડા પામતો તે દર મરીને. દુર્ગતિમાં ગયે. અને પ્રથમને રાજા ગાદી ઉપર આવ્યા.
કાલિકાચાર્ય પણ લાંબે કાળ પૃથ્વી ઉપર વિચરીને. દેવલોકમાં ગયા. જેમ કાલિકાચાર્યને સત્ય વાત કહેવાથી જીવિત ઉપર સંકટ આવ્યું તે છતાં તેઓ અસત્ય બોલ્યા નહિ તેમ સમજુ પુરૂષ સત્યને ત્યાગ કરતા નથી.
ઠતિ કાલિકાચાર્ય કથા અવતરણ:--કવિરાજ અસત્ય બોલવાથી કેવું માઠું ફળ મળે છે? તેમજ બેટી સાક્ષી પૂરવાથી પણ કેવું ફળ મળે છે તે વાતને દષ્ટાન આપીને સમજાવે છે.