________________
-
૧૭૦
શ્રીવિજયસૂરિકૃત-- આથી કેપથી લાલ નેત્ર કરીને રાજાએ કહ્યું કે જે તમારે જીવવાની ઈચ્છા હોય તે આ બાબતમાં ખાત્રી શ છે. તે કહે. આજથી સાતમે દિવસે જે તે શુકનકુંભમાં શકાય તો તે નરકમાં જઈશ એમ જાણજે. આથી અત્યંત કેપીને આ બાબતમાં ખાત્રી શી એમ પૂછયું, ત્યારે ગુરૂએ કહ્યું કે શુનકુંભીના વિપાકના આગલા દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે. ત્યારે વિલખા થઈને રાજાએ હસીને કહ્યું કે
આચાર્ય ! તમારું મૃત્યુ શાથી થશે? ત્યારે ગુરૂએ કહ્યું કે હું સારી રીતે આરાધના કરી ચાર શરણ અંગીકાર કરી અનશન કરી સ્વર્ગમાં જઈશ.
આથી અતિ કાપેલા રાજાએ પોતાના માણસને કહ્યું કે તમે આ માયાવી દુષ્ટને જલદીથી કેદ કરે. તેના આદેશથી તેઓએ આચાર્યને કેદ કર્યા. આ તરફથી તે દત્તના સામાન્ત તેના દુષ્ટ કાર્યથી ઉગ પામીને એકઠા થયા. તેઓએ મસલત કરીને પૂર્વના રાજાને બોલાવ્યું. .
આચાર્યના વચનથી શકિત મનવાળો રાજા પોતાના મહેલમાં જ રહ્યો. અને સઘળા નગરમાં રસ્તાઓ સાફ કરાવ્યા. કેઈએ પણ રસ્તામાં કચરે કે ગંદકી નાંખવી નહિ એ રાજાને હુકમ જણાવ્ય. વળી રાજમાર્ગોના રક્ષણ માટે રખવાળો મૂક્યા. મહેલમાં જ રહેલો દત્ત દૈગે સાતમો દિવસ આવ્યું ત્યારે સાત દિવસ પૂરા થઈ. ગયા. એવી વિસ્મૃતિથી ઘરની બહાર નીકળે. અન્ત વખતે કોની બુદ્ધિ મુંઝાતી નથી.