________________
૧૬૮
શ્રીવિજયપદ્યસૂરિકૃત કે પછ8:–હવે કવિરાજ બીજું મૃષાવાદ વિરમણ વ્રત એટલે જુઠું નહિ બલવું અથવા સત્ય બોલવું એ વ્રતનું વર્ણન કરતાં જણાવે છે કે ઉત્તમ પુરૂષો ગમે તેવા અથવા પ્રાણુનો નાશ થાય તેવા સંકટમાં આવી પડે તે પણ મિથ્યા એટલે અસત્ય બોલતા નથી. જેવી રીતે દત્ત નામનો પુરહિત પુત્ર કે જે રાજા બન્યો હતો, તેના મામા કાલિકાચાર્ય જેમ પ્રાણ જાય તેવા સંકટમાં આવી પડયા તો પણ અસત્ય બોલ્યા નહિ. અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ ચન્દનને પત્થર સાથે ઘસવામાં આવે છે ત્યારે તે જેમ તેના ઘસનારને સુગંધી આપે છે તેમજ શેરડીને જ્યારે પીલવામાં (પીડવામાં) આવે છે ત્યારે જેમ મિષ્ટ રસને આપે છે. તેવી રીતે ઉત્તમ પુરૂષના ગુણોની પણ સંકટ સમયમાં સાચી કસેટી થાય છે. કારણ કે તે વખતે પણ તેઓ દુઃખને સહન કરીને પણ પિતાનું ઉત્તમપણું સાચવે છે. આ વાતને યાદ રાખીને દરેક ભવ્ય જીવે હંમેશાં સાચું બોલવું જોઈએ. - શ્રી કાલિકાચાર્યની કથા આ પ્રમાણે
તુરમણ નામની નગરીમાં જિતશત્રુ નામને રાજા હિતે. તે રાજા જેન ધર્મમાં શ્રદ્ધાવાળે હતે. તે નગરમાં રુદ્રા નામની કેઈક બ્રાહ્મણી હતી. તેને દત્ત નામનો પુત્ર હતો. તે દુષ્ટ બુદ્ધિવાળો અને વિનય રહિત, પાપીઓમાં અગ્રેસર અને કૃતઘોમાં શિરમણિ હતા. તે દર આજીવિકાની આશાથી રાજાની સેવા કરવા લાગે. સરલ સ્વભાવી તે રાજાએ તે બ્રાહ્મણને અનુક્રમે રાજ્યના કષાધ્યક્ષના પદે સ્થાપન કર્યો તે છતાં તે બ્રાહ્મણને રાજ્ય લેવાને લોબ્રા