________________
૧૬૬
શ્રીવિજયસૂરિકૃતનેમિનાથને વિવાહની પણ ઈચ્છા નથી તે રાજ્યની વાત તે દૂર રહી. નિમિત્તિયાએ કહ્યું છે કે તેઓ બાવીસમા તીર્થંકર થશે. ત્યાર પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓ પાસે નેમિનાથને પરાણે પરણવા માટે મનાવ્યા. અને તેમને ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે વિવાહ કર્યો.
ત્યાર પછી મોટા ઉત્સવપૂર્વક શ્રી નેમિનાથની જાન ઉગ્રસેન રાજાના દ્વારે જવા લાગી. તે વખતે પશુઓને પિકાર સાંભળી તેમણે સારથિને પશુઓના પકારનું કારણ પૂછયું. ત્યારે સારથિએ કહ્યું કે તમારા લગ્ન પ્રસંગે જમણું માટે આ પશુઓને પાંજરામાં પૂર્યા છે તેઓને આ પિકાર છે. તે સાંભળીને પ્રભુએ કહ્યું કે આ વિવાહને ધિક્કાર થાઓ, ધિક્કાર થએ. કારણ કે તેને માટે આ પશુઓને વધ થવાને છે. માટે મારે પરણવું નથી. તેથી રથ પાછો વાળ. પિકાર કરતા પશુઓને છોડાવીને પ્રભુ પાછા વળ્યા ત્યારે તેમના માતપિતાએ તથા કૃષ્ણ મહારાજે તેમને ઘણી ઘણી રીતે લગ્ન કરવાને સમજાવ્યા છતાં પ્રભુએ લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી. અને ઘેર આવીને વાર્ષિક દાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું.
ચારિત્ર લઈને વિહાર કરતા પ્રભુએ ચાર ઘાતકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. હવે જેમને પ્રભુની સાથે નવ ભવની પ્રીતિ હતી, તે રાજીમતીએ પણ પ્રભુએ લગ્ન ન કર્યું” તેપણ મારે તો તે પ્રભુ જ શરણ છે, એમ કહી બીજે પરણવાની ના કહી. અને પ્રભુની પાસે દીક્ષા લઈને કેવલજ્ઞાન યામી મેક્ષે ગયા. ત્યાર પછી તેમનાથ પ્રભુ પણ મેક્ષે ગયા.