________________
: શ્રીવિજયપદ્યસૂરિકૃત
વસ્તુઓને તુચ્છ ઘાસની જેમ ત્યાગ કરીને જીવ દયાને આશ્રય કર્યો. એટલે હરણ વગેરે જીવને ઘાત ન થાય તે માટે સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આ શ્રીનેમિનાથ તો બાવીસમા તીર્થંકર હતા માટે તેમની વાત તો દૂર રહી, પરંતુ સામાન્ય માણસ પણ પોતાના હિતને, વિષે મંદ દરવાળે થતું નથી અથવા આળસુ થતો નથી. આ બાબતમાં દૃષ્ટાન્ત આપે છે કે અજરામરપણું એટલે
જ્યાં ઘડપણ નથી તથા નાશ નથી એવી અવસ્થા કેને ઈષ્ટ નથી? અથવા દરેક જીવને અજરામરપણું ઈષ્ટ છે જ. તેમજ શાત એટલે કાયમ રહે તેવું અથવા નાશ રહિત એવું સુખ કેને ઈષ્ટ નથી? અર્થાત્ દરેક જીવને શાશ્વત સુખ ઈષ્ટ છે જ. માટે શાશ્વત સુખ આપનાર જીવદયા પાલવા દરેક ભવ્ય જીવે પ્રયત્ન કરવો જોઈએ. ૩૪. - નેમિનાથનું દષ્ટાન્ત આ પ્રમાણે- -
- કુશાર્તદેશમાં શૌર્યપુર નામનું નગર હતું. ત્યાં દશ દશાહમાં મુખ્ય શ્રીસમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શિવા નામની રાણી હતી. તે શિવા રોણીની કુક્ષીને વિષે અપરાજિત નામના અનુત્તર વિમાનથી શ્રી નેમિનાથને જીવ
વીને અવતર્યો. ચૌદ મોટા સ્વપ્નથી અરિહંત (તીર્થકર)ને વૈભવને જણાવનારા પુત્રને શિવા દેવીએ જન્મ આપે.. શકે પ્રભુને જન્મ મહોત્સવ કર્યો. સમુદ્રવિજયે રિષ્ટ (ઉપદ્રવ)ને Hશ થવાથી તેમનું અરિષ્ટનેમિ એવું નામ પાડયું. પછી પ્રભુ અનુક્રમે મોટા થયા. . છે . આ તરફ કૃણે કંસને માર્યો, તેથી જરાસંઘના ભયથી