________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૬૩ એમાં ન અચરિજ અન્ય પણ હિત સાધવામાં
નિજ તણું, આળસ કરે ના શાશ્વતા સુખ મોક્ષ કેને ઈષ્ટ ના; અજરામર સ્થિતિ મોક્ષમાં ના ભેદરજપણ અર્થમાં, પ્રભુનેમિનીજિમ પાલીએ કરૂણા રહીને શાંતિમાં ૨ - લેકાર્થ –એક જીવદયાજ હંમેશાં સુખને આપનારી છે. તેથી બાવીસમા શ્રીમનાથ પ્રભુએ રાજીમતી કન્યા, રાજ્ય અને ધન વગેરેને તુચ્છ ઘાસની જેમ ત્યાગ કરીને તે (જીવદયા)ને જ આદર કર્યો. અથવા તે તે અરિહંત તીર્થકર હતા માટે શું કહેવું? બીજે (સાધારણ) માણસ પણ પોતાના હિતમાં આળસુ થતું નથી. અથવા કેને અજરામરપણું ઈષ્ટ નથી, તેમજ શાદિત સુખ કેને ઈષ્ટ નથી ? અર્થાત્ દરેક જીવને ઈષ્ટ છે જ. ૩૩
સ્પષ્ટાર્થ–પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિષે જીવદયાનું પાલન કરવાનું છે માટે જીવદયાનું સ્વરૂપ કહે છે એક જીવદયાજ હંમેશાં સુખને આપનારી છે, કારણ કે જીવદયાનું પાલન કરનાર જીવને આ ભવમાં પણ કે પણ શત્રુ હોતા નથી. વળી જીવદયા પાળવાથી પરભવમાં પણ તે સુગતિ પામે છે તેથી ત્યાં પણ તેને સુખ મળે છે. માટે જીવદયા હંમેશ સુખ આપનારી કહી છે. અને તેજ કારણથી પ્રભુ શ્રીનેમિનાથે રાજીમતી જેવી નવ ભવની પ્રીતિવાળી કન્યા તથા વિશાળ રાજ્ય અને ધન વગેરે તે વસ્તુઓ કે જેને સંસારી જી મહત્વની માને છે તે સઘળી