________________
૧૬૯
શ્રીધૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: થયા. તેથી તેણે સર્વ પ્રધાનને ઉચિત દાન આપીને પોતાને વશ કરી લીધા. કૃતજ્ઞ દુષ્ટ પુરૂષે શું કાર્ય કરતા નથી ? દુષ્ટ પુરૂષે ઘુણાની જેમ સ્વસ્થાન (સ્વાશ્રય)નો જ નાશ કરે છે. આ દત્ત પણ રાજા પાસેથી રાજ્ય ખુંચવી લીધું. અને તેને કાઢી મૂક્યું. | દુર્ણ બુદ્ધિવાળો આ દત્ત ધર્મબુદ્ધિથી મોટા મોટા ય કરવા લાગે અને દુર્ગતિના હેતુભૂત પશુઓને સંહાર કરવા લાગ્યો. એક વખતે દત્ત રાજાના મામા કાલિકાચાર્ય કે જેઓએ જૈન દીક્ષા લીધી હતી તેઓ અનેક સમુદાય સાથે વિહાર કરતા કરતા તે નગરમાં આવ્યા. પરંતુ દત્ત, રાજા તેમની પાસે પણ ગયે નહિ. જ્યારે માતાએ ઘણે આગ્રહ કર્યો ત્યારે અભિમાનપૂર્વક આચાર્ય પાસે ગયો. આચાર્યને વ્યવહાર પૂરતું નમીને તેમને કઠેર વચને વડે કહેવા લાગ્યો કે હે આચાર્ય ! જે તમે કાંઈ જાણતા હે તે વિધિપૂર્વક કરેલા યજ્ઞનું શું ફલ મળે? તે જણાવે ત્યારે સૂરિએ કહ્યું કે જે તારે ધર્મ સાંભળો હોય તો સ્થિર મનથી ધર્મ સાંભળ. જે આત્માને અનુકૂળ ન હોય તે કઈ કરતું નથી. આજ ધર્મનું તારિવક મૂલ છે. તે વખતે દરે ઠપકા પૂર્વક કહ્યું કે મેં યજ્ઞનું ફ્લ પૂછયું અને તમે ધર્મનું નિરૂપણ કેમ કરે છે? ત્યારે ગુરૂએ કહ્યું કે
ત પીલવાથી કદાચ તેલ નીકળે પરંતુ હિંસાથી કાંઈ પુણ્ય થાય નહિ. ત્યારે દરે કાપીને કહ્યું કે જો તમે હિંસાનું સ્વરૂપ જાણતા હે તો યજ્ઞનું ફલ કહે. ત્યારે કાલિકાચાએ કહ્યું કે થો પશુઓના સંહારનું કારણ છે માટે તેનું ફલ નક્કી નરક ગમન છે.