________________
૧૫૨
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
નિર્મલ ગુણા રૂપી ગતિવાળો આ શ્રાવક ધર્મ રૂપી ઘેાડા કામદેવ વગેરે દશ શ્રાવકાની જેમ આ સસારરૂપો સમુદ્રના પારને પમાડીને મેક્ષરૂપી નગરમાં અનુક્રમે પહોંચાડે છે. તેથી આ વ્રતરૂપ ઘેાડાનું યત્નપૂર્વક એટલે જયણા રાખીને અથવા પ્રમાદને ત્યાગ કરીને મિથ્યાત્વાધીશ એટલે બ્રહ્મા વગેરે દેવાના શંકા વગેરે પાંચ અધ ચારાથી રક્ષણ કરવું. ૩૦
કામદેવની કથાને સાર આ પ્રમાણે:—
ચંપાનગરીમાં જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં બુદ્ધિશાળી કામદેવ નામે ગૃહપતિ ( ગૃહસ્થ ) હતા. તેને રૂપવાળી ભદ્રા નામની પત્ની હતી. તેની પાસે છ કોટિ સુવર્ણ ભંડારમાં, છ ફાટી વ્યાજે અને છ કીટી વેપારમાં હતુ. તથા તેની પાસે છ ગાકુલા હતાં. એક વખતે વિહાર કરતા કરતા શ્રી વીર પ્રભુ ત્યાં સમાસો. કામદેવ પગે ચાલતા પ્રભુને વંદના કરવા ગયા. અને ત્યાં પ્રભુની મિષ્ટ ધ દેશના સાંભળી. તે દેશના સાંભળવાથી મેધ પામેલા તેણે શ્રી વીર પ્રભુ પાસે શ્રાવકનાં ખાર ત્રતા ગ્રહણ કર્યાં. તેમાં પણ મુખ્યતાએ ચેાથા વ્રતમાં ભદ્રા સિવાય અન્ય સ્ત્રીને ત્યાગ કર્યો. તથા પાંચમા વ્રતમાં છ ગેાકુળ અને છ છ કાટી સુવર્ણાદિ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યના ત્યાગ કર્યાં. ખીજા વ્રતા પણ યથાયાગ્ય આનંદશ્રાવકની જેમ અણુ કર્યો. તેણે ઘેર આવીને ભદ્રાને બધી હકીકત જણાવી. ભદ્રાએ પણુ પ્રભુની આગળ જઈ ને જૈત ધર્મ ગ્રહણ કર્યાં. રાત્રીએ કાઉસ્સગ્ગમાં રહેલા દેવે તેને ચલાયમાન કરવાને ઘણા ઉપસર્ગ કર્યો. છતાં તે જરા પણ ચલાયમાન થયે નહિ.