________________
હમ
૧૬૦
કોવિજ્યપધસૂરિકૃતતમારી ટેક અદ્ભુત છે. ઇદ્ર મહારાજે દેવસભામાં જેવી. તમારી સ્તુતિ કરી તેવા જ તમે છે. માટે હે રાજા તમે વરદાન માગે. ત્યારે રાજાએ કહ્યું કે મારા મનમાં હંમેશાં દયાધર્મ રહો. મારે અન્ય વસ્તુની જરૂર નથી. ત્યારે રાજાની સ્તુતિ કરીને દેવો સ્વગ માં ગયા. અનુક્રમે ચકવતી પણ સ્વર્ગમાં જઈને ત્યાંથી ચ્ચવીને સોળમા શ્રીશાન્તિનાથ જિનેશ્વર થયા. જ્યારે જિનેશ્વ૨ દેવે (ચક્રવર્તીએ) પણ આ પ્રમાણે દયા ધર્મ પાળે છે તો આપણે પણ તેનું પાલન. જરૂર કરવું જ જોઈએ.
| ઈતિ વજાયુધ ચકી કથા છે
તુતિ અને ત્યાં
દર દવે
સંગમદેવની કથા આ પ્રમાણે
જ્યારે ચરમ તીર્થકર શ્રી વીર પ્રભુ છદ્મસ્થપણે. વિચરતા હતા ત્યારે ઇંદ્ર મહારાજે દેવ સભામાં તેમની સ્તુતિ કરતાં કહ્યું કે ધ્યાનમાં રહેલા શ્રી વીર પ્રભુને ચલાયમાન કરવાને દેવ કે અસુર કોઈ સમર્થ નથી. આવું ઈન્દ્ર મહારાજનું વચન સાંભળીને અભવ્ય એ શકને સામાનિક સંગમ નામે દેવ કોધથી કહેવા લાગ્યું કે તપસ્વી એવા એક મનુષ્યને આટલી બધી મહત્તા આપવાની જરૂર નથી. જે દેવાની મેરૂ પર્વતને માટીના ઢેફાની જેમ અદ્ધર રાખવાની શકિત છે તેની આગળ મનુષ્યની શકિત શા હિસાબમાં છે? માટે હું જઈને હમણાં જ તેમને ધ્યાનથી ચલાયમાન કરૂં છું. એ પ્રમાણે બેસીને દુષ્ટ બુદ્ધિવાળે તે સભામાંથી. ઉઠીને ચાલ્યો.