________________
૧૫૦
શ્રીવિજયપદ્યસૂરિકૃતવતેમાં પણ યથાયોગ્ય નિયમે ગ્રહણ કર્યા. ત્યાર પછી આનન્દ ઘેર આવ્યા. પોતાની સ્ત્રીને પણ હર્ષ પૂર્વક તે વાત જણાવી. તે વખતે શિવાનન્દાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી પ્રભુને નમીને ગૌતમ સ્વામીએ પૂછયું કે આ આનન્દ શ્રાવક દીક્ષા લેશે કે નહિ ? ત્યારે પ્રભુએ કહ્યું કે આ આનન્દ ગૃહપતિ શ્રાવકના વ્રતોને સારી રીતે પાળીને મરીને સૌધર્મ દેવલોકમાં અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે દેવ થશે. ત્યાંથી મનુષ્ય ગતિમાં ઉપજીને અદ્ભુત લક્ષમી પામીને અરિહંત ધર્મની આરાધના કરીને કર્મ રહિત થઈને મોક્ષે જશે. બીજા પણ જે શ્રાવકે શ્રાવક ધર્મની આરાધના કરશે તેઓ પણ દેવની ત્રાદ્ધિ પામીને અનુક્રમે મોક્ષે જશે.
| | ઈતિ આનંદ શ્રાવક કથા છે -- અવતરણ–વળી શ્રાવક ધર્મ રૂપી ઘડે તેના પાલન કરનારને મેક્ષ નગરે પહોંચાડે છે તે જણાવે છે – सम्यक्त्वोदारतेजा नवनवफलदावर्तरूपव्रतालिः, सिद्धान्तोक्तकविंशत्यमलगुणगतिः श्राद्धधर्मस्तुरङ्गः । ૮ ૭ ૬ ૧૧ ૧૦ पापप्यान्तं भवाब्धेर्नयति शिवपुरं कामदेवादिवत्तत् ,
૧૩ ૧૪ मिथ्यात्वाधीशशङ्कादिकहयहरतो यत्नतो रक्षणीयः।३०॥ શ્રાવક તણો શુભધર્મ જાણો અશ્વ જે તે સદા, સમ્યકવરૂપ વર તેજથી શોભે હરતે આપદા