________________
શ્રીÍપ્રકરસ્પષ્ટાથદિ
૧૫૭ માંસને દેવાની ઈચ્છા જણાવી પારેવાનું રક્ષણ કર્યું હતું.. પરંતુ સંગમ દેવ જેવાના હૃદયમાં તે દયધર્મ રહેલ નથી કારણ કે તેણે શ્રીવીર પ્રભુ તરફ અનેક જાતના ભયંકર ઉપસર્ગો કર્યા. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે-જે કલ્પવૃક્ષ મેરૂ પર્વતની ચૂલિકાને વિષે હોય છે તે શું મરભૂમિમાં ઉત્પન્ન થાય ? અથવા જેમ કલ્પવૃક્ષ ઉત્તમ ભૂમિમાં જ થાય છે તેમ લ્યા રૂપી વૃક્ષ પણ ઉત્તમ પુરૂષોના હૃદય (રૂપ ભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ મરૂભૂમિ સરખા પાપી જીવોના હૃદયમાં તે ઉત્પન્ન થતું નથી. વળી ઈન્દ્ર મહારાજના દ્વારને વિષે જે અરાવણ હાથી હેય છે તે શું હલકા રાજાને ત્યાં હાય? અથવા હેતું નથી. તેવી રીતે ઈન્દ્ર સરખા મોટા પુરૂષોના હૃદયમાં દયા ભાવ રહેલો છે પરંતુ, હલકા રાજા સરખા પાપી પુરૂષોના હૃદયમાં તે દયાભાવ રહેતું નથી. ૩૨
શ્રી વજાયુધ ચક્રવર્તીની કથા આ પ્રમાણે--
મહાવિદેહ ક્ષેત્રમાં રત્નસંચયા નામની નગરીમાં વાયુધ નામે ચક્રવર્તી રાજા હતા અને તે રાજા ઘણા દયાળુ હતા. તે શરણે આવેલાનું પોતાના જીવના જોખમે પણ રક્ષણ કરતો હતો. એક વખતે ઈન સભાની અંદર “વાયુધ ચક્રવર્તી સમાન કેઈ દયાળુ નથી” એવી પ્રશંસા કરી. આ વાત ઉપર શ્રદ્ધા નહિ રાખતા બે દેવે તેની પરીક્ષા કરવા મનુષ્ય લેકમાં આવ્યા. એક દેવે પારેવાનું અને બીજાએ બાજનું રૂપ લીધું. તેમાં પ્રથમ પારેવાએ ચકાયુધ પાસે આવીને કહ્યું કે હે સ્વામિન્ ! શરણે આવેલા મને