________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાદિ:
૧૪૯ ગતિવાળા વહાણની મદદથી જળમાર્ગે મુસાફરી કરીને કેટલાક મુસાફરો જલદીથી સામા કાંઠે પહોંચે છે. ત્યારે બીજા કેટલાક મુસાફરે સમુદ્રના કાંઠે કાંઠે જમીન માગે ઘોડા ઉંટ અથવા રથની મદદથી કેમે કમે સામા કાંઠે પહોંચે છે. માટે જેમનાથી સાધુ ધર્મની આરાધના ન થઈ શકતી હોય તેમણે પણ બીજા શ્રાવક ધર્મના બાર વ્રતોમાંથી બની શકે તો બધા વ્રત પાળીને અને ન બની શકે તો જેટલા વ્રત પાળી શકાય તેટલા વ્રતનું પાલન કરીને મોક્ષને માટે યત્ન કર. ૨૯
આનન્દ શ્રાવકની કથાને ટુંક સાર નીચે પ્રમાણે –
વાણિજગ્રામ નામના નગરમાં જિતશત્રુ નામનો રાજા હતું. ત્યાં આનંદ નામને ગૃહપતિ (શેઠ) હતો તેને સારા શીલવાળી સૌન્દર્યવતી શિવાનન્દા નામની ભાર્યા હતી. તે આનન્દને ચાર સુવર્ણ કેટી વેપારમાં, તેટલી જ મુંડી ભંડારમાં અને તેટલી મુંડી વ્યાજે ફરતો હતી. તથા ચાર ગોકુલ હતાં. એક વખતે પૃથ્વી ઉપર વિહાર કરતાં શ્રીવીર પ્રભુ તે નગરના હૃતિપલાશ નામના ઉદ્યાનમાં સમોસ જિતશત્રુ રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયે. તે વખતે આનંદ પણ પ્રભુને વંદન કરવા ગયે. ત્યાં સ્થાને બેસીને પ્રભુની દેશના સાંભળવા લાગે. દેશનાને અંતે તેણે સમ્યકતવ રહિત બાર વહે પ્રભુ પાસે ગ્રહણ કર્યા. તેમાં પણ શિવાનન્દા સિવાય અન્ય નારીને ત્યાગ કર્યો. તેમજ પાંચમા અણુવ્રતને વિષે પણ ચાર કુલ તેમજ ચાર ચાર કોડ સુવર્ણ કેટી વગેરે વજીને બીજાને નિયમ કર્યો. બીજા