________________
શ્રીકપૂરપ્રકરપ્પાદિ:
૧૨૫
ક્રૂરતા છેવટે એક જંગલમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગવાથી મળદેવ પાણી લેવા ગયા તેવામાં જરાકુમારે કૃષ્ણને ખાણુથી માર્યા. પાણી લઈને પાછા આવેલા બળદેવ ભાઇના સ્નેહને લીધે છ મહિના સુધી કૃષ્ણના મડદાને લઈને ફર્યો અને મિત્ર થએલા દેવે ખલદેવને પ્રતિબેાધ પમાડયા ત્યારે વૈરાગ્યથી બલદેવે દીક્ષા લીધી. અને ઉગ્ર તપ કરીને ક ખાળવા માંડયા. અનુક્રમે તે ગીતાર્થ થયા. ખલદેવ ઘણા રૂપવાન હતા. તેઓ એક વખત પારણાને માટે કાઇક નગરમાં જતા હતા ત્યારે ખલદેવમુનિને કૂવા ઉપર પાણી ભરવા આવેલી કાઇક યુવતિએ જોયા. ત્યારે તેમનુ રૂપ જોઈ ને માહિત થએલી તે યુવતિએ ઘડાને બદલે સાથે લાવેલ પેાતાના બાળકના ગળામાં દોરડાને ગાળા નાખીને કૂવામાં નાખ્યા. આ જોઈને મુનિએ કહ્યું કે આ તું શું કરે છે?
આ સાંભળીને સમજીને બાળકને કૂવામાંથી બહાર કાઢ્યા. આવું જોઈને મુનિએ વિચાયું` કે તપથી અન્યા છતાં પણુ માહિત કરતા મારા રૂપને ધિક્કાર થા. હવે મારે શું કરવું. આવું વિચારીને પારણા માટે નગરાદિકમાં આવતા હતા તે પણ અંધ કરીને હવે મારે ભિક્ષા માટે નગરમાં પણ જવું નહિ એવા અભિગ્રહ લીધે અને તુંગિકાગિરિએ ગયા.
ત્યાં તેમના તીવ્ર તપને લીધે ખેચાએલા હિરણા પણ તેમની ઉપાસના કરે છે. એમાં એક મૃગ તે તેમની સાથે એવા હળી ગયા હતા કે તે તેમની સાથે રહેતા હતા. એક વખતે તે પર્વત ઉપર એક રથકાર લાકડા માટે આવ્યા હતા.