________________
શ્રીકરપ્રકર૫ાદ:
૧૪૧:
542
છે તેમનાથી બીજા મૂર્ખ કાણુ કહેવાય? આ પ્રમાણે ઉપદેશ સાંભળી સવેગ પામી અને ઘરે આવ્યા. પછી પુ ડરીકે અમાત્યાની સાક્ષીએ નાના ભાઈ ને કહ્યું કે હે ભાઈ! તું આ પિતાનું રાજ્ય ગ્રહણ કર. સંસારના દુ:ખાથી વૈરાગ્ય પામેલા હું દીક્ષા લેવા માગું છું. ત્યારે નાના ભાઈ એ કહ્યું કે હું ભાઈ! તું જેનાથી ભય પામ્યા છું તે સંસારના દુ:ખમાં તુ મને શામાટે નાખે છે? એ ત્રણ વખતે રાજાએ તેને રાજ્ય લેવાને સમજાવ્યે તે છતાં જ્યારે તેણે માન્યું નહિ, ત્યારે પુંડરીકે તેને દીક્ષા લેવાની રજા આપી. તે વખત કહ્યું કે ઇન્દ્રિયા જીતવી ઘણી મુશ્કેલ છે. મન ચંચળ છે. પ્રમાદ તા જન્મથી સાથે રહેલા છે. યૌવન વિકાાળુ છે. વળી પરીષહેા અને ઉપસર્ગો દુ:ખે સહન કરાય એવા છે માટે દીક્ષા લઇને તેનુ સારી રીતે પાલન કરવું. કુંડરીકે પણ કહ્યું કે તમારૂ કહેવું વ્યાજબી છે તે પણ હું અંગીકાર કરેલી દીક્ષા પાળીશ. ત્યાર પછી ફંડરીકે દીક્ષા લઇને ગુરૂ સાથે વિહાર કર્યાં પડરીક પણ મન્ત્રીઓના આગ્રહથી ભાયતિ રૂપે રાજ્ય કરવા લાગ્યા.
મ
L
–
ગુરૂ સાથે વિહાર કરતા કંડરીકે રિતર તપ કરીને કાયાને સૂકી નાખી. સામાચારીનુ' સારી રીતે પાલન કરી ગુરૂના પ્રિય થયા. એ પ્રમાણે કેટલાક કાલ ગયા પછી એક વાર વસન્ત ઋતુમાં મનુષ્યાને તેમની પ્રિયાએ સાથે ક્રીડા કરતા જોઈ ને કઇંડરીક મુનિનું મન ચારિત્ર ઉપરથી ચલાયમાન થયું. કારણકે કર્મની ગતિ વિચિત્ર છે. કડરીક મુનિને ચારિત્રાવરણીય કર્મ ના તીવ્ર ઉદય થયા. તેથી વિચારવા
P