________________
૧૪૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતઅને ત્યાં રાત્રી રહે છે. આ અવસરે ઉદાયી રાજાના કેઈક શત્રુ રાજાએ તેને મારવાને માટી લાલચ આપીને એક અધમ ક્ષત્રિયને મોકલ્યો. તે ઉદાયી રાજાને મારવાને લાગ શોધ્યા કરે છે. પરંતુ કેઈ લાગ મળતો નથી. તેણે પર્વ તિથિએ ગુરૂને રાજમહેલે જતા આવતા જોયા. તેથી તેણે કપટથી ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. રજોહરમાં એક કંકલેહની છરી છુપાવી રાખી. ગુરૂ જ્યારે રાજમહેલે જાય છે ત્યારે તે ગુરૂને સાથે લઈ જવાનું કહે છે પરંતુ ગુરૂ તેને સાથે લઈ જતા નથી. એ પ્રમાણે બાર વર્ષ ચાલ્યા ગયા ત્યારે તે શાસ્ત્રોનો અભ્યાસ કરીને અને તેને અર્થ સાંભળીને, ગીતાર્થ થયે પરંતુ તેના મનમાંથી પાપ ગયું નહિ. એક વખત જ્યારે ગુરૂ રાજાને પૌષધ કરાવવા તેના મહેલે જાય છે ત્યારે તે કપટી સાધુએ ગુરૂની સાથે આવવા આજ્ઞા માગી. ગુરૂ તેને સાથે લઈ ગયા. ત્યાં ગુરૂએ અને રાજાએ પહેલો પહાર ધર્મધ્યાનમાં ગાળ્યો. પછી સંથારે કરી બંને સૂઈ ગયા. બંનેને ઉંઘેલા જાણીને તે કપટી સાધુએ ઉઠીને છુપાવેલી છરી રજોહરણમાંથી કાઢીને તેનાથી રાજાને મારી નાખે અને નાશી ગયે. રાજાના લોહીના સ્પર્શથી ગુરૂ જાગ્યા. રાજાને મરણ પામેલે જાણુને અને સાથે આવેલા મુનિને નહિ જેવાથી તે પાપીનું આ કાર્ય છે એવું જાણુને જૈન ધર્મની નિંદા ન થાય માટે પિતે પણ આરાધના કરીને તેજ છરીથી પોતાનું મસ્તક છેદીને મરણ પામ્યા. તે પાપી સાધુએ પિતાના સ્વામી પાસે જઈને રાજાને માર્યાની હકીક્ત જણાવી તેણે પણ તેને અભવ્ય જાણીને તેને આદર કર્યો નહિ તે ભવમાં