________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ:
૧૪પ સહિત સેવા કરવાથી પણ તેને કંઈ ફળ મળતું નથી. જેમ ઉદાયી રાજાને મારનાર અધમ ક્ષત્રિયે બાર વર્ષ સુધી કપટ ભાવથી ચારિત્ર પાળ્યું તે તેને તેનું કાંઈ પણ ફળ મળ્યું નહિ સાર એ છે કે અતિચાર વિના વ્રત પાળે છતાં મનમાંથી પાપ ગયું ન હોય તે તેનું ફળ મળતું નથી. તેમજ કપટ ભાવથી ગુરૂની સેવા કરે છે તેનું પણ કાંઈ ફળ મળે નહિ. માટે નિર્મળ ભાવના પૂર્વક વ્રતનું પાલન કરવું ને સદગુરૂની ભક્તિ કરવી, તેજ હિતકારી છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિરાજ કહે છે કે મસ્તક ઉપર રહેલા વિષને હરનારા મણિવાળો છતાં પણ સપને સમુદાય શું આનંદ આપનારે થાય છે? અથવા તેવા સર્પના સમુદાયથી આનંદ થતો જ નથી. તેવી રીતે તે જ સપને સમુદાય ચન્દન વનમાં રહેલો હોય તે જગતના તાપને હરનારે થાય છે? અથવા તે સર્વે સમુદાય જગતના તાપને હરી શકતો નથી. તેવી રીતે કપટ યુક્ત વ્રતનું પાલન અને કપટ ચુક્ત ગુરૂ ભકિત તાપને નાશ કરનારા થતા નથી. ૨૯ ઉદાયી રાજાને મારનાર મુનિની કથા નીચે પ્રમાણે –
ચંપા નગરીમાં ઉદાયી નામનો રાજા હતા. તે ન્યાયથી પ્રજાનું પાલન કરે છે. તેનું મન જૈન ધર્મને વિષે દઢ આસ્થાવાળું હતું. તે ચાર પવીના દિવસે પૌષધશાલામાં રહીને સામાયિકાદિ કરે છે. તેણે એક વખતે ગુરૂને કહ્યું કે મારા ઘણા શત્રુઓ છે માટે સાંજે મારા ઘેર આવીને મને પૌષધ કરાવે. ગુરૂએ તે વાત અંગીકાર કરી. ત્યારથી ચાર પર્વ તિથિએ ગુરૂ તેમના મહેલે આવીને પૌષધ કરાવે છે