________________
१४०
- શ્રીવિજયપદ્ધસૂરિકૃતકંડરીકે ઘણા કાલ સુધી ચારિત્ર પાળ્યું તે પણે અતિચાર - લગાડીને પાળ્યું છે તે તેને મરક ગતિને આપનારું થયું.
અને તેના ભાઈ પુંડરીકે શુદ્ધ ભાવથી એક દિવસ જે ચારિત્ર પાળ્યું તે પણ તે ચારિત્ર તેને મુકિતને માટે થયું છે. માટે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કરવું જોઈએ. કારણકે • ભાવ સારા હોય, તેંજ તે ફળ આપનારું થાય છે. આ હકીકતે દૃષ્ટાન્ત આપને સમે જેવું છે કે ખેદની વાત છે કે ચિત્રા નક્ષત્રમાં વસેલુ ઘણું પાણપણું ધાન્યને બાળનારું થાય છે. કારણકે તે પાણી ધાન્યને પોષતું નથી, તથા પ્રકારની નિર્મળતા રહિત હોવાથી ધાન્યને બાળનારું થાય છે. - જ્યારે નિર્મળતાવાળું સ્વાતિ નક્ષત્રનું પાણી થોડું હોય તા“પણ તે પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૭
કંડરીક અને પુંડરીકનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું –
જબૂદ્વીપમાં મહાવિરે ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજમાં પુંડરીકિણી નામે નગરી હતી. ત્યાં મહાપદ્ય નામે રાજા અને તેની પદ્માવતી નામે રાણી હતી. તેમને માટે પુંડરીક અને "નાને કંડરીક એ નામે બે પુત્રો હતા. મહાપદ્મ રાજાએ ધર્મ સાંભળી પુંડરીકને રાજ્ય સંપી દીક્ષા લીધી. ચારિત્ર પાળી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. . .
એક વખત પુંડરીકિણી નગરીમાં કેટલાક મુનિઓ આવ્યા. તેમને નમવાને બંને ભાઈઓ ગયા. ગુરૂએ તેમને ધર્મલાભ આપી કહ્યું કે આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે. આ સંસાર સમુદ્રમાં રખડતાં મહા મુશીબતે મનુષ્ય ભવ પામીને તેને કર્યા સિવાંચે જેઓ હારી જાય