________________
૧૪૨
શ્રીવિયપદ્યસૂરિકૃતલાગ્યા કે આ ચારિત્રની શી જરૂર છે. ભાઈ તે પહેલેથી જ રાજ્ય આપતા હતો પર તુ મેં તે લીધું નહિ. માટે ત્યાં જઈને ભાઈ પાસેથી રાજ્ય લઉં. આવો વિચાર કરી પુંડરિકીણી નગરી પાસેના વનમાં આવીને કેઈક ઝાડની ડાળીએ પાત્રો ભરાવ્યાં અને લીલા ઘાસ ઉપર બેઠા. ઉદ્યાનપાલકે પુંડરીક રાજાને કંડરીક મુનિનું આગમન જણાવ્યું. ત્યારે અમાત્ય સહિત રાજાએ તેમને વંદન કર્યું. પુંડરીકે શાખાઓ ભરાવેલાં પાત્રો તથા વનસ્પતિ ઉપર બેઠેલા ભાઈને જોઈને આ ચારિત્રથી ખિન્ન મનવાળા થયા છે એવું જાણું લીધું. ત્યારે તેમણે બધાના સાંભળતાં કહ્યું કે તમે બધા જાણે છે કે મેં તો પ્રથમથી તેને રાજ્ય આપવા માંડયું હતું, પરંતુ તે વખતે માન્યું નહોતું. એ પ્રમાણે કહીને પોતે નાના ભાઈને રાજ્ય આપીને મુનિવેષ ધારણ કરીને ત્યાંથી વિહાર કર્યો.
સેવકે કૃશ અને વ્રતને ત્યાગ કરનાર આ કંડરીક અન્નાથી છે એ પ્રમાણે મશ્કરીમાં હસવા લાગ્યા. તેથી તે કંડરીકના હૃદયમાં કોઇ ઉપજે. હાલ તે હું ભૂખ્યો છું માટે પ્રથમ ખાઈ લઉં પછી બધાની ખબર લઈશ એમ વિચારી તેણે સુંદર રઈ કરવા માટે જણાવ્યું. રસોઈ તૈયાર થઈ ત્યારે કંઠ સુધી ધરાઈને સ્વાદિષ્ટ રસોઈ ખાધી. તેથી વિસૂચિકા થઈ ને ઘણું તરસ લાગી. મંત્રીઓએ પણ આ વ્રતને ભંગ કરનાર હોવાથી અતિ પાપી છે એવા વિચારથી તેની દવા કરાવી નહિ. ચિકીત્સા નહિ કરાવવાથી અને ઘણું
વેદનાથી વ્યાકુલ થઈને રાત્રીએ તે વિચારવા લાગ્યો કે - કઈ રીતે આ રાત્રી પૂરી થાય તે સવારમાં હું કુટુંબ સહિત