________________
૧૩૮
શ્રીવિજયપત્તસૂરિકૃતક્ષણ માત્રમાં પિતાને મારી નાખ્યા. અરે પાપી ! આ તે શું કર્યું એવું બેલતી માતાને પણ તેણે મારી નાખી. રાત્માને લજજા કે દયા ક્યાંથી હોય? એવામાં એકઠા થએલા લોકોથી મરાતો તે નાશીને વનમાં ગયે. તે વનમાં સાક્ષાત્ શાન્તમૂર્તિઓ સમાન પિતાના ભાઈ સપ્તર્ષિઓને જોયા. તેમને પણ તે દુરાત્મા મર્મવેધી ગાળો દેવા લાગ્યા. પરંતુ તેઓએ શાંતિ રૂપી અમૃત વડે તેને શાંત કર્યો. ત્યાર પછી તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પછી. પોતે કરેલ ઘોર કર્મોની નિંદા કરતો અને તપ વડે પોતાના આત્માને શુદ્ધ કરતો તે સંલેખના કરી સમાધિ પૂર્વક મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. કહેવાને સાર એ છે કે દુબુદ્ધિવાળાઓને પણ તપથી શું અસાધ્ય છે? એટલે ક્ષમાવત પુરૂષોની સોબત દુરાત્માઓને પણ સિદ્ધિ આપનાર થાય છે. માટે સમજુ પુરૂએ જરૂર ક્ષમા ગુણધારણ કરી આત્મહિત સાધવું. . . ઈતિ વિશાખચોર દષ્ટાન છે
અવતરણ –એ પ્રમાણે બે ગાથાઓ વડે બારમું શદ્વાર કહીને હવે બે ગાથાએ કરીને તેરમું યતિ દ્વારા કહે છે –
( મારુનઝુરમ્ )
व्रतमपि बहुचीर्ण सातिचारं कुगत्यै, .. दिनमपि शुचि मुक्त्यै कंडरीकादिवत्तत् ।